Homeગુર્જર નગરીરાજ્યમાં કડકડતી ઠંડી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે જાણો શું કરી મોટી...

રાજ્યમાં કડકડતી ઠંડી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે જાણો શું કરી મોટી આગાહી

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનમાં ઘટડો થશે. હવામાન વિભાગે 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી કરી છે. મધ્ય,ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે અને 5 દિવસ બાદ વાતાવરણમાં પલટો આવવાની સંભાવના છે. ત્રણ દિવસ બાદ વાદળછાયું વાતાવરણ જોવા મળશે. બંગાળની ખાડીમાં લો પ્રેશરની સાથે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ કાર્યરત થઇ છે. જેના કારણે રાજ્યનાં કેટલક વિસ્તારોમાં 11થી 15 ડિસેમ્બર દરમિયાન માવઠાની આગાહી કરવામાં આવી છે.

ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે. આ ઉપરાંત હાલમાં બંગાળની ખાડીના પૂર્વ વિસ્તારમા લોપ્રેશર પણ સક્રિય થઈ રહ્યું છે. જેના અસપરૂપે રાજ્યમાં માવઠું થવાની શક્યતા રહેલી છે. બંગાળની ખાડીમાં સક્રિય થનારી આ સિસ્ટમ આગામી દિવસોમાં સૂસવાટાભેર પવનો પણ ફૂંકાઇ શકે છે. રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી હવામાન સતત બદલાતુ જોવા મળી રહ્યુ છે. ગુજરાતમાં હાલ શરદી-ઉધરસ સહિતની બીમારીઓ ફેલાઈ છે ત્યારે ફરીથી રાજ્યમાં કોલ્ડ વેવની આગાહી આપવામાં આવી છે.

સામાન્યપણે નમવેમ્બર મહિનાથી જ કચ્છ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે. પરંતુ આ વર્ષે ઠંડી થોડી મોડી શરૂ થતાં ડિસેમ્બરની શરૂઆતથી ઠંડીના ચમકારા અનુભવાયા છે. તો ઠંડીની શરૂઆત સાથે કચ્છ સાથે જ ગુજરાતનો સૌથી ઠંડો મથક નલિયા સિંગલ ડીજીટ ટેમ્પરેચરમાં ઉતરી ગયો છે. ડિસેમ્બરના અંત અને જાન્યુઆરી મહિનામાં આ તાપમાન ખૂબ નીચો જશે તેવા એંધાણ દર્શાય છે.

હવામાન ખાતા દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ આજે રાજ્યમાં સૌથી ઓછું ન્યૂનતમ તાપમાન કચ્છના નલિયામાં 8.2 ડિગ્રી નોંધાયું હતું તો વડોદરામાં સૌથી વધુ 20.6 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદનું ન્યૂનતમ તાપમાન 17.8 ડિગ્રી રહ્યું હતું, દમણમાં 20.2, ભાવનગરમાં 18, ડીસામાં 14.8 ડિગ્રી, ગાંધીનગરમાં 12.1 ડિગ્રી, રાજકોટમાં 13.6 ડિગ્રી તો સુરતમાં 20.8 ડિગ્રી તાપમાન નોંધાયો હતો.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments