HomeતાપણુંGujarat Election: જો પૂર્ણ બહુમત ન મળે તો ઈસુદાન ગઢવીએ કૉંગ્રેસ સાથે...

Gujarat Election: જો પૂર્ણ બહુમત ન મળે તો ઈસુદાન ગઢવીએ કૉંગ્રેસ સાથે ગઠબંધનને લઈ કહી આ મોટી વાત, જાણો

Team Chabuk-Political Desk: સોમવારે બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ પોલમાં સામે આવેલા આંકડા અનુસાર 182માંથી બીજેપીને 134 સીટો મળી શકે છે. જ્યારે કોંગ્રેસને 37 સીટો મળે તેવા એંધાણ છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીને 7 સીટો મળવાનો અંદાજ છે. એક્ઝિટ પોલ જાહેર થયા બાદ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સીએમ પદના ઉમેદવાર ઈસુદાન ગઢવીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, પૂર્ણ બહુમતી ન મળી તો આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે હાથ મિલાવી શકે છે. જોકે પરિણામ બાદ જ ગઠબંધન પર વિચાર કરવામાં આવશે.

ગુજરાત વિધાનસભાની 96 બેઠકો માટે યોજાયેલી બીજા તબક્કાની ચૂંટણીમાં 64.39 ટકા જેટલું મતદાન થયું છે. બનાસકાંઠામાં સૌથી વધુ 71.40 ટકા તો અમદાવાદમાં સૌથી ઓછુ 58.32 ટકા મતદાન થયું છે. રાજ્યના 14 જિલ્લામાં થયેલા આ મતદાનમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત 61 પક્ષો ઉપરાંત અપક્ષો મળીને કુલ 833 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થયું છે. આ તબક્કામાં 69 મહિલા ઉમેદવારો મેદાનમાં હતી.

ઇસુદાન ગઢવીએ કહ્યું , અમારી માટે ગુમાવવાનું કંઇ હતું જ નહીં. અમારે તો અહીં મહેનત કરવાની જ હતી. લોકો માટે અવાજ ઉઠાવ્યો છે. પહેલા તબક્કામાં 51 પ્લસ સીટોની ગણતરી છે. બીજા તબક્કામાં 30 જેટલી સીટો મળી રહી છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, 8 ડિસેમ્બરે પરિણામ પછી જ ખબર પડશે. અમને તો વિશ્વાસ છે કે આપ પાર્ટીની પૂર્ણ બહુમતી સાથેની સરકાર બને છે. ગઠબંધન અંગે તેમણે જણાવ્યું કે, પરિણામ બાદ અમે વિચાર કરીશું. ગઢબંધન પરિણામ પછીની વાત છે. 8 ડિસેમ્બરે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બનવા જઇ રહી છે. એનો અમને ગર્વ છે.

ભાજપનાં પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ મીડિયા સાથેની વાતચીતમાં આપનાં મુખ્યમંત્રી પદનાં ઉમેદવાર સામે અનેક આક્ષેપો કર્યા છે. તેમણે આપનાં ઇસુદાન ગઢવી પર પ્રહાર કરતા જણાવ્યુ કે, ‘ઇસુદાનભાઇ ગઢવીની ડિપોઝીટ બચે તો પણ બહું.’

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments