Team Chabuk-Political Desk: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે પરિણામોની રાહ જોવાઈ રહી છે. 8 ડિસેમ્બરે ચૂંટણીના પરિણામો આવવાના છે, જો કે તે પહેલા એક્ઝિટ પોલના પરિણામો પક્ષોની જીત અને હારની આગાહી કરી રહ્યા છે. ગુજરાતમાં સોમવારે બીજા તબક્કાના મતદાન બાદ આવેલા મોટાભાગના એક્ઝિટ પોલમાં સતત 7મી વખત ભાજપની સરકાર બનવાની આગાહી કરવામાં આવી છે. મતદાન પૂર્ણ થયા અને એક્ઝીટ પોલ બાદ સટ્ટા બજારમાં પણ ભાજપના પ્રચંડ બહુમતના સંકેત છે. સટ્ટોડીયાઓના મતે ભાજપને 140-142 બેઠક તો આપને 4-6 બેઠક અને કોંગ્રેસને 30-34 બેઠક મળવાનું અનુમાન છે. બીજા તબક્કાના મતદાન અગાઉ સટ્ટાબજારનું સેશન ભાજપને 137-139નું હતું જે વધીને 140-142નું થયું છે.
સટ્ટોડીયાઓના મતે સુરત શહેરની 12 પૈકી ઓછામાં ઓછી 11 બેઠકો ભાજપના ફાળે જવાની શક્યતા છે. જ્યારે કચ્છ સૌરાષ્ટ્રની 54 પૈક્કી ભાજપના ફાળે 40-42 બેઠકો આવવાની શક્યતા છે. સૌથી વધુ સટ્ટો હાર્દિક પટેલની વિરમગામ બેઠક, અલ્પેશ ઠાકોરની ગાંધીનગર દક્ષિણ બેઠક પર લાગી રહ્યો છે. આ ઉપરાંત સટ્ટાબજારમાં ખંભાળિયા બેઠક પર લાગી રહ્યો છે સૌથી વધુ સટ્ટો, ભાજપના ઉમેદવાર મુળુભાઈ બેરાની જીતનો ભાવ 95 પૈસા છે.
સટ્ટાબજારમાં હાર્દિક પટેલની જીતનો ભાવ 90 પૈસા તો અલ્પેશ ઠાકોરની જીતનો ભાવ 80 પૈસા છે. સટ્ટાબજારમાં ખેડબ્રહ્મા, મહેસાણા, ઊંઝા, માણસા, ઈડર, મોરબી, રાજકોટ પશ્ચિમ બેઠક પર ભાજપની જીત નક્કી છે. સટ્ટોડીયાઓને પાટણ બેઠકથી કોંગ્રેસની ઉમેદવાર કિરીટ પટેલની જીત નક્કી લાગી રહી છે. વડોદરા શહેરની તમામ બેઠકો પર સટ્ટોડીયાઓ ભાજપની જીત બેઠક માની રહ્યા છે.
સટ્ટાબજારના મતે મોરબી બેઠકથી ભાજપના કાંતિ અમૃતિયાની જીત નિશ્ચિત, ટંકારા બેઠક પર લલિત કગથરાની મામુલી સરસાઈથી જીત થઈ શકે છે. સટ્ટાબજાર પોરબંદરની બેઠક પર જીત માટે અર્જૂન મોઢવાડીયા જીત માટે હોટ ફેવરીટ તો કુતિયાણા બેઠક પર કાંધલ જાડેજાની જીત નક્કી છે.
તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત