Homeગુર્જર નગરીસુરતઃ માતા-પુત્રી દુષ્કર્મ-હત્યા કેસમાં કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, આરોપીને ફાંસીની સજા ફટકારાઈ

સુરતઃ માતા-પુત્રી દુષ્કર્મ-હત્યા કેસમાં કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, આરોપીને ફાંસીની સજા ફટકારાઈ

Team Chabuk-Gujarat Desk: સુરતના પાંડેસરામાં માતા-પુત્રીની દુષ્કર્મ બાદ હત્યા મામલે કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. સુરત કોર્ટે દોષિતને ફાંસીની સજા સંભળાવી છે. પાંડેસરામાં માતા-પુત્રી પર દુષ્કર્મ બાદ હત્યા મામલે આજે કોર્ટે દોષિતોને સજા સંભળાવી છે. જેમાં મુખ્ય દોષિત હર્ષ સહાય ગુર્જરને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. જ્યારે સહ આરોપી હરિઓમને આજીવન કેદની સજા ફટકારાઈ છે.

સરકાર પક્ષે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર પી.એન. પરમારે દલીલો કરી હતી. મહત્વનું છે કે વર્ષ 2018માં સુરતના પાંડેસરામાં માતા અને પુત્રી પર દુષ્કર્મ ગુજારી હત્યા કરી દેવામાં આવી હતી. રાજ્યભરમાં ચકચાર મચાવનારી આ ઘટનામાં મુખ્ય દોષિત હર્ષ સહાય ગુર્જર સામે 302, 323,201,376(2)’ પોસ્કો એકટ મુજબ ગુનો નોંધાયો હતો.

વર્ષ 2018માં સુરતના પાંડેસરામાં માતા અને પુત્રી પર દુષ્કર્મ ગુજારી હત્યા નિપજાવવાના કેસની વિગત જોઈએ તો, દોષિત હર્ષ સહાય રામરાજ ગુર્જર રાજસ્થાનથી એક મહિલા અને તેની પુત્રીને 35 હજારમાં ખરીદીને લાવ્યો હતો. ત્યારબાદ આરોપીએ બન્નને પરવટ પાટિયાના અનુપમ હાઇસ્ટ બિલ્ડિંગમાં રાખ્યા હતા. બાદમાં કામરેજ નજીક માનસરોવર રેસિડેન્સી બિલ્ડિંગ નંબર-17 ના એક ખાલી ફલેટમાં રહેવાની વ્યવસ્થા કરી હતી. પરંતુ થોડા સમય પછી મહિલા અને આરોપી હર્ષ સહાય વચ્ચે ઝઘડા થતા હોવાથી મહિલાની તેની પુત્રીની નજર સામે જ હત્યા કરી નાખી હતી.

બાદમાં મહિલાની પુત્રીને હર્ષ સહાય ગુર્જર તેના ઘરે લઈ ગયો હતો અને તેની પર અવારનવાર દુષ્કર્મ ગુજારી તેની પણ હત્યા કરવામાં આવી હતી. જાણવા મળ્યું હતું કે, રોજેરોજ માર મારી રોજ અત્યાચાર ગુજારવામાં આવતો હોવાથી બાળાનું પણ મૃત્યુ થતાં હર્ષ સહાય ગુર્જરે તેના ડ્રાઈવર હરિઓમ ગુર્જરની સહાયથી લાશને ભેસ્તાનના ફકીર ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે ફેંકી દીધી હતી.

માતા-પુત્રીના મૃતદેહ અલગ અલગ વિસ્તારોમાં ફેંકી દીધા હતા અને બાદમાં બન્ને મૃતદેહ ઝાડીમાંથી મળી આવ્યા હતા. જેમાં બાળકી અને માતાની ઓળખ ડીએનએ દ્વારા કરવામાં આવી હતી. આ ઘટનામાં ભોગ બનેલી બાળકીના શરીરે 78 જેટલા ઇજાના નિશાન પણ મળી આવ્યા હતા. આખરે આ ચકચારી કેસમાં સુરત કોર્ટે મુખ્ય દોષિતને ફાંસીની સજા ફટકારી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments