Team Chabuk-Sports Desk: કોમનવેલ્થ ગેમ્સ-2022માં ભારતીય ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. વેઈટ લિફ્ટિંગમાં જાણે ભારતનો દબદબો હોય તેમ એક બાદ એક મેડલ મળી રહ્યા છે. ત્યારે વેઈટ લિફ્ટિંગમાં ભારતને ત્રીજો ગોલ્ડ મેડલ મળ્યો છે. મીરાબાઈ ચાનૂ, જેરેમી લાલરિનુંગા બાદ અચિંતા શેઉલીએ પણ વેઈટ લિફ્ટિંગમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. વેઈટ લિફ્ટિંગ મેન્સની 73 કિલોગ્રામ કેટેગરીમાં 20 વર્ષીય અચિતા શેઉલીએ 313 કિલો વજન ઉંચકીને ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો છે. અચિંતા શેઉલીએ સ્નેચ રાઉન્ડમાં 143 કિલો અને ક્લિન એન્જ જર્ક રાઉન્ડમાં 170 કિલો વજન ઉંચક્યું હતું.
ભારતને મળ્યો ત્રીજો ગોલ્ડ
મીરાબાઈ ચાનૂ, જેરેમી લાલરિનુંગા બાદ અચિંંતા શેઉલીએ પણ વેઈટ લિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ અપાવ્યો છે. જ્યારે સંકેત મહાદેવ સરગર અને બિંદિયારાની દેવીએ ભારતને વેઈટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ અપાવ્યો છે. આ ઉપરાંત ગુરુરાજા પુજારીએ 61 કિલો કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. હાલ ભારત મેડલ ટેલીમાં છઠ્ઠા નંબરે છે. ભારતે અત્યાર સુધી 6 મેડલ જીત્યા છે અને એ તમામ 6 મેડલ વેઈટ લિફ્ટિંગમાં જ મળ્યા છે.
કોમનવેલ્થ ગેમ્સ-2022માં ભારતનું પ્રદર્શન
| ખેલાડીનું નામ | મેડલ | રમત |
| સંકેત મહાદેવ સરગર | સિલ્વર | વેઈટ લિફ્ટિંગ |
| ગુરુરાજા પુજારી | બ્રોન્ઝ | વેઈટ લિફ્ટિંગ |
| મીરાબાઈ ચાનૂ | ગોલ્ડ | વેઈટ લિફ્ટિંગ |
| બિંદિયારાની દેવી | સિલ્વર | વેઈટ લિફ્ટિંગ |
| જેરેમી લાલરિનુંગા | ગોલ્ડ | વેઈટ લિફ્ટિંગ |
| અચિંતા શેઉલી | ગોલ્ડ | વેઈટ લિફ્ટિંગ |
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
