Team Chabuk-Gujarat Desk: બનાસકાંઠાના થરાદના ભોરડુ નજીક બાઈક ચાલકને બચાવવા જતાં કાર ચાલકને અકસ્માત નડ્યો. સદનસીબે આ દુર્ઘટનામાં કારમાં સવાર બે લોકોને ચમત્કારિત બચાવ થયો છે. જો કે, કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કાર ઉછળીને ખેતરમાં પડી હતી.
સમગ્ર ઘટના પેટ્રોલપંપ પર લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. જેમાં જોઈ શકાય છે કે, બાઈક ચાલક રસ્તો ક્રોસ કરી રહ્યો છે. આ દરમિયાન જ એક સફેદ રંગની કાર પૂરપાટ ઝડપે આવી રહી છે. ત્યારે જ કારચાલક રસ્તો ઓળંગતા બાઈકસવારને બચાવવાનો પ્રયાસ કરે છે. જો કે, આ દરમિયાન તે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવે છે અને કાર સીધી ડિવાઈડર સાથે અથડાય છે.
કાર ડિવાયડર સાથે અથડાતા સાથે જ કારના કેટલાક સ્પેરપાર્ટ તૂટી જાય છે. ત્યારબાદ કાર પલટી જાય છે અને સીધી નાળામાં ખાબકે છે જાણે કે કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હોય. તો ધડાકાભેર અકસ્માત સર્જાતા પેટ્રોલપંપના કર્મચારી સહિત કેટલાક લોકો તાત્કાલિક કારચાલક પાસે પહોંચે છે અને ઈજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત