Team Chabuk-Gujarat Desk: જૂનાગઢમાં શરૂ થયેલો ગિરનાર રોપ-વે પ્રોજેક્ટ સહેલાણીઓ માટે જાણે આકર્ષણનું કેન્દ્ર બન્યો હોય તેમ, રોપ-વે સુવિધા શરૂ થયા બાદ પ્રવાસીઓમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. પ્રવાસીઓની સંખ્યા વધવાના કારણે રોપ-વેથી થતી આપવામાં પણ વધારો થઈ રહ્યો છે. કંપની માટે રોપ-વે પ્રોજેક્ટ દુઝણી ગાય સમાન બન્યો છે. મોટી સંખ્યામાં મુલાકાતીઓ રોપ-વે સેવાનો લાભ લઈ રહ્યા છે. મળેલી વિગતો પ્રમાણે ઓક્ટોબર-2020માં પ્રવાસીઓ માટે રોપ-વેની સેવાને ખુલ્લી મૂકવામાં આવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી 11 લાખ પ્રવાસીઓ રોપ-વેમાં સફર કરી ચુક્યા છે. જેના લીધે કંપનીને કુલ 56 કરોડની આવક થઈ છે.
આ વર્ષે છેલ્લા ત્રણ મહિનામાં પ્રવાસીઓની સંખ્યા અને આવકમા પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ફેબ્રુઆરી 2022માં કુલ 59,188 પ્રવાસીઓએ રોપ-વેની સેવાનો લાભ લીધો હતો. જે માર્ચમાં વધીને 77,796 થઇ ગઇ છે. આવકની દ્રષ્ટિએ પણ ફેબ્રુઆરી 2022 3.1 કરોડની સરખામણીએ માર્ચમાં 4.03 કરોડ એટલે કે એક કરોડનો વધારો જોવા મળ્યો છે. 2320 મીટર લાંબા અને 898.4 મીટર ઉંચા રોપ-વેમાં અત્યારે દૈનિક સરેરાશ 551 ટ્રીપ મારવામા આવી રહી છે.
ગુજરાત પ્રવાસન નિગમના મેનેજિંગ ડાયરેક્ટર આલોકકુમાર પાંડેએ આ બાબતે જણાવ્યું કે, ગિરનાર એ ગુજરાતનું આધ્યાત્મિક ગૌરવ છે અને દેશ વિદેશથી અહીં પ્રવાસીઓ અહીં આવે છે. તેમની સુવિધા માટે સરકાર હંમેશા પ્રયત્નશીલ રહી છે અને રોપ-વે પ્રોજેક્ટના લીધે પ્રવાસીઓ માટે મા અંબેના દર્શન કરવા અત્યંત સુલભ બની ગયા છે. પ્રવાસીઓની સંખ્યા પણ વધી રહી છે અને રોપ-વેની સુવિધાથી પર્વતના 10000 પગથિયા ચડ્યા વિના મિનિટોમાં માતાજીના મંદિર સુધી પહોંચી શકાય છે. સ્થાનિક લોકોને રોજગારી પણ મળી રહી છે અને આવકમાં પણ માત્ર એક મહિનામાં એક કરોડ જેટલો વધારો થયો છે જે આ પ્રોજેક્ટની સફળતા દર્શાવે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
