Homeગામનાં ચોરેઅબકી બાર હજાર કે પારઃ ઘરેલું LPG સિલિન્ડરના ભાવમાં વધારો, કોમર્શિયલ ગેસ...

અબકી બાર હજાર કે પારઃ ઘરેલું LPG સિલિન્ડરના ભાવમાં વધારો, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ પણ વધ્યા, જાણો નવો ભાવ

Team Chabuk-National Desk: મોંઘવારી વચ્ચે પિસાતી જનતાં માટે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. LPG સિલિન્ડના ભાવમાં ફરી એક વખત વધારો કરવામાં આવ્યો છે. ઘરેલું LPG સિલિન્ડરની કિંમતમાં 3.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર અને કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 8 રૂપિયાનો વધારો પ્રતિ સિલિન્ડરે કરવામાં આવ્યો છે. આ સાથે જ ઘરેલું LPG સિલિન્ડરની કિંમત 1 હજાર રૂપિયાને પર પહોંચી ગઈ છે.

મહત્વનું છે કે ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં 7 મેના રોજ 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે આજે ફરીથી ભાવ વધારો કરાતાં 14.2 કિલોના LPG સિલિન્ડરની કિંમત આજથી દિલ્હી અને મુંબઈમાં 1003 રૂપિયા, કોલકાતામાં 1029 રૂપિયા, ચેન્નાઈમાં 1018.5 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે ગુજરાતમાં 1003 રૂપિયા સિલિન્ડરની કિંમત થઈ ગઈ છે.

ઘરેલું LPG સિવાય કોમર્શિયલ LPG સિલિન્ડર પણ 8 રૂપિયા મોંઘો થયો છે. આજથી દિલ્હીમાં 19 કિલોનો ગેસ સિલિન્ડર રૂ. 2354, કોલકાતામાં 2454 રૂપિયા, મુંબઈમાં 2306 રૂપિયા અને ચેન્નાઈમાં 2507 રૂપિયામાં મળશે. તમને જણાવી દઈએ કે 7મી મેના રોજ કોમર્શિયલ ગેસ સિલિન્ડર 10 રૂપિયા સસ્તો થયો હતો.

આ વર્ષે LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં અનેકગણો વધારો થયો છે. 1લી એપ્રિલે 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરમાં રૂ. 250નો વધારો જોવા મળ્યો હતો. ત્યારબાદ તેની કિંમત 2253 રૂપિયા થઈ ગઈ હતી. અગાઉ 1 માર્ચ 2022ના રોજ કોમર્શિયલ એલપીજીની કિંમત 105 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. એટલે કે છેલ્લા ઘણા મહિનાઓથી ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધારો કરવામાં આવી રહ્યો છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments