Homeગુર્જર નગરીગીર સોમનાથઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીના આ નિવેદન બાદ નાના વેપારી વિફર્યા

ગીર સોમનાથઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીના આ નિવેદન બાદ નાના વેપારી વિફર્યા

શૈલેષ નાઘેરા: મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવેદનના કારણે વેરાવળના નાના વેપારીઓ અને વેપારી એસોસિએશન વચ્ચે અસમંજસ સર્જાયું છે. એક તરફ રાજ્યના મુખ્યમંત્રી એવું કહ્યું છે કે, લૉકડાઉન કોરોનાનું સમાધાન નથી એટલે આપણે રાજ્યમાં લૉકડાઉન નથી કરવાના. બીજી તરફ ઠેર-ઠેર વેપારી એસોસિએશન અને ચેમ્બર ઓફ કોમર્સ તેમજ નગરપાલિકાઓ અને ગ્રામપંચાયત સ્વૈચ્છિક લૉકડાઉન કરી રહી છે. કેટલાય ગામમાં સ્વૈચ્છિક લૉકડાઉન સફળ રહ્યું છે પરંતુ ગીર સોમનાથના વેરાવળમાં આ વિવાદ સમવાનું નામ નથી લઈ રહ્યો. નાના વેપારીઓ અને વેપારીએસોસિએશન વચ્ચે વિવાદ વધુ વકરતો જઈ રહ્યો છે.

વેરાવળમાં નાના વેપારીઓનું કહેવું છે કે, એસોસિએશને 4 વાગ્યા બાદ લૉકડાઉન જાહેર કરીને નાના ધંધાર્થીઓના પેટ પર પટું મારી છે. વેપારી એસોસિએશને સ્વૈચ્છિક લૉકડાઉનનો નિર્ણય લીધો છે. જો કે નાના વેપારીઓનો મત લીધા વગર જ કરેલા આ નિર્ણયનો વિરોધ યથાવત છે. લૉકડાઉનના નિર્ણય વિરૂદ્ધ નાના વેપારીઓમાં રોષ છે એટલે જ શહેરમાં 5 વાગ્યા બાદ લારી અને દુકાનો ખુલ્લી જોવા મળે છે. વેપારીએ એવું પણ કહ્યું કે, અમે ટીવીમાં સાંભળ્યું છે કે, મુખ્યમંત્રી કહી રહ્યા હતા કે લોકડાઉનથી કોરોનાની ચેઈન નહીં તુટે તો પછી વેપારી એસોશિએશન મુખ્યમંત્રીથી મોટું છે ? ઉલ્લેખનીય છે કે,  તાજેતરમાં એક ખાનગી ગુજરાતી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં મુખ્યમંત્રીએ લોકડાઉનથી કોરોનાની ચેઈન ન તુટવાની વાત કહી હતી.

કોરોના સંક્રમણ અટકવવા વેપારી એસોસિએશને નિર્ણય કર્યો હતો કે, વેરાવળ શહેરમાં સવારે 10થી સાંજના 4 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે. સાંજે 4 વાગ્યા પછી વેપારીઓએ સ્વૈચ્છાએ દુકાનો બંધ કરવાની રહેશે.

બીજી બાજુ વેપારીઓ વિરોધ કરી રહ્યા છે કે, 4 વાગ્યા બાદ લોકડાઉન કરવામાં આવ્યું છે જેમાં જે વેપારીઓ 10 થી 4 વાગ્યા સુધી ધંધો છે એમનો કોઈ વિરોધ નથી પરંતુ જે વેપારીને અને લારીવાળાને 4 વાગ્યા પછી ધંધો શરૂ થાય છે તમનું શું ?

વેપારીઓનું કહેવું છે કે, સંક્રમણ અટકાવવું હોઈ તો સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવે. વેપારીઓ સોશિયલ મીડિયા પર બળાપો કાઢી આ અંગે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે.

આમ, હાલ તો વેપારી એસોસિએશનના બેવડા વલણના કારણે નાના વેપારીઓ રોષે ભરાયા છે અને સંપૂર્ણ લૉકડાઉનની માગણી કરી રહ્યા છે. હવે આગામી સમયમાં આ વિરોધનો ઉકેલ આવે તે જરૂરી છે.

વેરાવળમાં લૉકડાઉન શા માટે જરૂરી ?
કોરોના વાયરસનું સંક્રમણ એકબીજાના સંપર્કમાં આવવાથી વધુ ફેલાઈ રહ્યું છે. વેરાવળના જ એક નિષ્ણાતે કહ્યું કે, મહાનગરો કરતાં અહીં ઓછા કેસ છે એટલે લૉકડાઉન અને કડક નિયમોથી સંક્રમણ રોકી શકાય તેવી સ્થિતિ છે. જો વેરાવળને વુહાન બનતું અટકાવું હોય તો આકરા નિર્ણય જરૂરી છે. ઓછા કેસ છે તેથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે તેમ ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ આપી આ મુસીબતમાંથી બહાર આવી શકાશે. અને જો નિયમોનું પાલન નહીં કરીએ તો આપણા હાથમાંથી સ્થિતિ જતી રહેશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments