Homeગુર્જર નગરીજૂનાગઢમાં કરા સાથે ધોધમાર વરસાદ પડતા શહેરીજનો આશ્ચર્યમાં ગરકાવ

જૂનાગઢમાં કરા સાથે ધોધમાર વરસાદ પડતા શહેરીજનો આશ્ચર્યમાં ગરકાવ

Team Chabuk-Gujarat Desk: ઉનાળાની સિઝનના મધ્યમાં જૂનાગઢ શહેરમાં કરા સાથે છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. વરસાદ પડતાની સાથે જગતના તાતની ઉપર મુશ્કેલી આવી પડી હતી, કારણ કે મોટા પાયે કેરી અને તલનું વાવેતર આ વર્ષે કરવામાં આવ્યું છે. માવઠાના કારણે કેરીના પાકને નુકસાન જવાની ભીતિ સેવવામાં આવી રહી છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોમાં મેઘરાજા બપોરના સમયે મંડાયા હતા અને ધોધમાર વરસાદ પડવાની શરૂઆત પાંચેક વાગ્યાની આસપાસ થઈ હતી. તડકાની વચ્ચે મેઘરાજાએ પોતાની ઝલક બતાવી જૂનાગઢવાસીઓને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધા હતા. રસ્તામાંથી પસાર થતા લોકો પણ દોડીને વૃક્ષ અને દુકાનની બાજુ ભીંજાતા અટકાવવા માટે ચાલ્યા ગયા હતા. જોકે લોકો માટે વિસ્મયનો મુદ્દો એ રહ્યો હતો કે તડાતડ આકાશમાંથી કરા પડવા માંડ્યા હતા. જેની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા છે.

જૂનાગઢમાં વરસાદ પડતા કેરીના રસિકો માટે માઠા સમાચાર ગણવા રહ્યાં, કારણ કે કેરીની સાથે સાથે તલનો પાક પણ બગડવાના એંધાણ લગાવાય રહ્યા છે. જોકે બીજી તરફ તાલાલા માર્કેટિંગ યાર્ડમાં 4થી તારીખથી કેરીની હરરાજીનો આરંભ થશે તેવી જાહેરાત થઈ ચૂકી છે.

વરસાદ સાથે કરા પડવાના કારણે શહેરીજનોને આકરા ઉનાળાથી ક્ષણિક રાહત તો મળી જ હતી, પણ ગિરનાર પર્વતના કારણે કહેવાય છે કે વરસાદ પડ્યા બાદનો બફારો પણ અસહ્ય હોય છે, કારણ કે આ આનંદ ક્ષણિકનો હતો.

(તસવીર અને વીડિયો: જૂનાગઢથી ચાબુકના સહયોગી સાગર યાદવ)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments