Homeગુર્જર નગરીGujarat Election: કૉંગ્રેસના ઉમેદવારે સભામાં બાર ડાન્સરને બોલાવી, VIDEO વાયરલ થયો

Gujarat Election: કૉંગ્રેસના ઉમેદવારે સભામાં બાર ડાન્સરને બોલાવી, VIDEO વાયરલ થયો

Team Chabuk-Gujarat Desk: વિધાનસભા ચૂંટણીમાં પોતાની તરફ મતદાન કરવા માટે ઉમેદવારો અને રાજકીય પક્ષો તમામ પ્રકારના પ્રલોભનો આપતા હોય છે. આણંદ જિલ્લામાં ચૂંટણી પ્રચાર આખરી પડાવ ઉપર છે. જે આજે સાંજે 5 વાગ્યે શાંત થશે. રાજકીય પક્ષોના નેતાઓ અને ઉમેદવારોએ મતદારોને રીઝવવા અને પોતાની તરફ કરવા અવનવી તરકીબો અજમાવી છે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં ગુજરાતી કલાકારો અને ડાયરો તેમજ મનોરંજક પોગ્રામોનું ઘેલું હોય છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો મતદાર પ્રજાના મનોરંજન માટે અને ચૂંટણી વાતાવરણને જાળવવા ફિલ્મીસ્ટાર અને ડાયરા કલાકારને બોલાવી ચૂંટણીની રંગત વધારતા હોય છે. જોકે, હવે ચૂંટણી સભામાં ડાન્સ કલાકારોને પણ બોલાવવાની નવી તરકીબ ઉમેરાઈ છે. બોરસદ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ પરમારની ચૂંટણી સભામાં લેડી ડાન્સરને બોલાવી હતી. જેનો વીડિયો વાયરલ થયો છે.

બોરસદના દાવોલ ખાતેનો વીડિયો વાયરલ થયો છે, જેમાં ગુજરાત ચૂંટણી પ્રચારમાં પણ યુપી જેવો માહોલ જોવા મળ્યો. પ્રચાર દરમિયાન બાર ડાન્સર બોલાવવામાં આવી હતી. કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંગ પરમારે બાર ડાન્સર બોલાવ્યાની વાત છે. ડાન્સરને જોઈ યુવાઓ ઝૂમી ઉઠ્યા હતા.સ્ટેજ પર કોગ્રેસના બોરસદના ઉમેદવારના પોસ્ટર જોવા મળી રહ્યા છે. નશાની હાલતમાં યુવાઓ વીડિયોમાં જોવા મળી રહ્યા છે.

કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ પરમારની એક ચૂંટણી સભામાં ડાન્સરને ડોલાવી મતદારોનું મનોરંજન કર્યું હતું. જે વાયરલ વીડિયો હાલ પંથકમાં ધૂમ મચાવી રહ્યો છે. મહત્વનું છે કે. આણંદની જનતા ચૂંટણીના અવનવા રંગો જાણી અને માણી રહી છે. ફિલ્મી ડાન્સ અને ફિલ્મસ્ટારો દ્વારા કરાયેલા ચૂંટણી પ્રચારની કેવો રંગ લાવે છે તે 8 ડિસેમ્બરે જાહેર થઈ જશે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments