Team Chabuk-Sports Desk: બાંગ્લાદેશ સામેની ત્રણ મેચની સિરીઝ શરૂ થાય તે પહેલાં જ ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શામી બાંગ્લાદેશ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. ભારતીય ટીમ હાલ બાંગ્લાદેશના પ્રવાસે છે. ટીમ ઈન્ડિયા આવતીકાલથી બાંગ્લાદેશ સામે ત્રણ મેચની વનડે શ્રેણી રમવાની છે. આ પહેલા ઝડપી બોલર મોહમ્મદ શામી હાથની ઈજાને કારણે બાંગ્લાદેશ સામેની વન-ડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. BCCI દ્વારા પણ આ અંગેની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે અને મોહમ્મદ શામીની જગ્યાએ ટીમમાં ઉમરાન મલિકને જગ્યા મળી છે.
🚨 NEWS 🚨: Umran Malik to replace Mohd. Shami in India’s ODI squad for Bangladesh series. #TeamIndia | #BANvIND
— BCCI (@BCCI) December 3, 2022
Details 🔽https://t.co/PsDfHmkiJs
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર મોહમ્મદ શામીના હાથમાં ઈજા છે અને તે ત્રણેય મેચ રમી શકશે નહીં. શામીને બાંગ્લાદેશ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી માટે પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. બુમરાહની ગેરહાજરીમાં, શામીએ ODI શ્રેણીમાં ભારતીય પેસ આક્રમણનું નેતૃત્વ કરવાનું હતું. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ વન-ડે રવિવારે ઢાકાના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાશે.
અગાઉ, શામીને પણ રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલ જેવા અન્ય વરિષ્ઠ ખેલાડીઓ સાથે ન્યુઝીલેન્ડ પ્રવાસમાંથી આરામ આપવામાં આવ્યો હતો. શામી ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો ભાગ હતો. જોકે તે ટુર્નામેન્ટમાં તે કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો. રોહિત, કોહલી અને રાહુલ સહિત તમામ વરિષ્ઠ ખેલાડીઓ બાંગ્લાદેશ સામેની વન-ડે શ્રેણીમાંથી ટીમમાં પરત ફરી રહ્યા છે.
શામી ઉપરાંત બાંગ્લાદેશ સામેની વનડે શ્રેણી માટેની વર્તમાન ટીમમાં પહેલાથી જ ચાર ઝડપી બોલર છે. જેમાં શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, દીપક ચહર અને કુલદીપ સેનનો સમાવેશ થાય છે.
ભારતીય ટીમ હાલ ઢાકામાં છે અને શુક્રવારે ટીમે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો. જેમાં મોટાભાગના ખેલાડીઓ હાજર રહ્યા હતા. આ શ્રેણી સાથે ભારતીય ટીમ આવતા વર્ષે ઘરઆંગણે યોજાનારા વન-ડે વર્લ્ડ કપની તૈયારી શરૂ કરશે. તમામની નજર ભારતીય ટોપ ઓર્ડર પર રહેશે. રોહિત અને રાહુલ છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
