Homeગુર્જર નગરીજૂનાગઢમાં આર્મીમેન પતિએ પત્ની પર કર્યું ફાયરિંગ, પતિની ધરપકડ

જૂનાગઢમાં આર્મીમેન પતિએ પત્ની પર કર્યું ફાયરિંગ, પતિની ધરપકડ

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. જૂનાગઢના દાણાપીઠ સરકારી શાળામાં પત્ની પર આર્મીમેન પતિએ ફાયરિંગ કર્યું છે. ફાયરિંગમાં પત્નીને ઈજા પહોંચી છે. મળતી વિગતો પ્રમાણે જૂનાગઢની દાણાપીઠ સરકારી શાળામાં એક મહિલાને તેના જ આર્મીમેન પતિએ ફાયરિંગ કર્યું છે. મહિલાને પગના ભાગે ગોળી મારવામાં આવી છે. જેથી મહિલા લોહી લુહાણ હાલતમાં કળસતી રહી હતી. બાદમાં પોલીસને જાણ કરવામાં આવી હતી અને 108ને પણ જાણ કરાઈ હતી. બાદમાં ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે લઈ જવામાં આવી હતી.

મળતી વિગત પ્રમાણે આંગણવાડી વર્કર તરીકે કામ કરતી પરમાર સ્મિતાબેન નામની મહિલા આજ રોજ કોઈ કામથી દાણાપીઠ સરકારી શાળામાં ગઈ હતી તે દરમિયાન તેના આર્મીમેન પતિએ તેના પર ફાયરિંગ કર્યું હતું. પતિએ પત્નીને પગના ભાગે સાથળ પાસે ગોળી મારી હતી. જેથી ઈજાગ્રસ્ત પત્ની નીચે પડી ગઈ હતી અને કળસતી રહી હતી.

પીળા ટી-શર્ટમાં આરોપી પતિ

આ ઘટના અંગેની જાણ 108ને કરાઈ હતી અને એ ડિવિઝન પોલીસને પણ જાણ કરાઈ હતી. પોલીસે ઘટના સ્થળે આવીને આર્મીમેન પતિને ઝડપી લીધો હતો અને ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી. સમગ્ર બનાવ ઘર કંકાસના કારણે બન્યો હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો પોલીસે આરોપી પતિની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments