Homeગુર્જર નગરીરાજ્યના ચાર મહાનગરોમાં આ ગતિથી વધી રહ્યા છે કોરોનાના કેસ

રાજ્યના ચાર મહાનગરોમાં આ ગતિથી વધી રહ્યા છે કોરોનાના કેસ

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં દિન પ્રતિદિન કોરોનાના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. ખાસ કરીને મહાનગરોમાં ઝડપથી કોરોનાના કેસ વધી રહ્યા છે. કોરોનાના કેસ વધતા એક્ટિવ કેસની સંખ્યા પણ વધી ગઈ છે. જેના કારણે સરકાર પણ ચિંતિત છે. હોસ્પિટલોમાં બેડની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. સરકાર દ્વારા વેક્સિનેશનમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

ગુજરાત રાજ્યમાં છેલ્લા દસ દિવસમાં કેસ ડબલ કરતાં પણ વધી ગયા છે. ગત 15 માર્ચના રોજ દૈનિક કેસ 890 હતા તે 25 માર્ચના રોજ 1961 પર પહોંચી ગયા છે. એટલે કે રાજ્યમાં દૈનિક કોરોના કેસમાં મોટો વધારો જોવા મળ્યો છે.

ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં કેસ

તારીખકેસની સંખ્યા
25 માર્ચ1961
24 માર્ચ1790
23 માર્ચ1730
22 માર્ચ1640
21 માર્ચ1580
20 માર્ચ1565
19 માર્ચ1415
18 માર્ચ1276
17 માર્ચ1122
16 માર્ચ954
15 માર્ચ890

અમદાવાદ શહેરની છેલ્લા દસ દિવસની સ્થિતિ

મેટ્રો શહેરમાં અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. અમદાવાદમાં 15 માર્ચના રોજ 209 કેસ નોંધાયા હતા જે વધીને 25 માર્ચના રોજ 558 થઈ ગયા છે.

તારીખકેસની સંખ્યા
25 માર્ચ558
24 માર્ચ514
23 માર્ચ502
22 માર્ચ483
21 માર્ચ451
20 માર્ચ406
19 માર્ચ344
18 માર્ચ304
17 માર્ચ271
16 માર્ચ247
15 માર્ચ209

સુરતમાં પણ પરિસ્થિતિ વિકટ

અમદાવાદ શહેર કરતાં પણ વધુ કોરોનાના કેસ સુરત શહેરમાં નોંધાઈ રહ્યા છે. સુરત શહેરની જો વાત કરવામાં આવે તો 15 માર્ચના રોજ 209 કેસ નોંધાયા હતા જે દિવસે દિવસે વધતા ગયા અને 25 માર્ચના રોજ 558 પર પહોંચી ગયા છે.

તારીખકેસની સંખ્યા
25 માર્ચ628
24 માર્ચ582
23 માર્ચ577
22 માર્ચ483
21 માર્ચ510
20 માર્ચ484
19 માર્ચ450
18 માર્ચ395
17 માર્ચ353
16 માર્ચ292
15 માર્ચ262

વડોદરા શહેરના છેલ્લા 10 દિવસના આંકડા

અમદાવાદ અને સુરત શહેરની સરખામણીએ વડોદરા શહેરમાં સ્થિતિ થોડી કાબૂમાં જણાઈ રહી છે. પરંતુ છેલ્લા 10 દિવસની વાત કરીએ તો વડોદરામાં પણ દૈનિક કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. વડોદરા શહેરમાં 15 માર્ચના રોજ 93 કેસ નોંધાયા હતા જે 25 માર્ચના રોજ 184 સુધી પહોંચી ગયા છે.

તારીખકેસની સંખ્યા
25 માર્ચ184
24 માર્ચ165
23 માર્ચ162
22 માર્ચ159
21 માર્ચ132
20 માર્ચ151
19 માર્ચ146
18 માર્ચ129
17 માર્ચ114
16 માર્ચ109
15 માર્ચ93

રાજકોટ શહેરમાં પણ દૈનિક કેસમાં ઉછાળો

રાજકોટમાં પણ કોરોનાના દૈનિક કેસમાં વધારો થયો છે. 15 માર્ચના રોજ રાજકોટ શહેરમાં 95 કોરોનાના નવા દર્દી નોંધાયા હતા જે વધીને 25 માર્ચના રોજ 168 થઈ ગયા છે.

તારીખકેસની સંખ્યા
25 માર્ચ168
24 માર્ચ164
23 માર્ચ140
22 માર્ચ152
21 માર્ચ130
20 માર્ચ152
19 માર્ચ132
18 માર્ચ113
17 માર્ચ112
16 માર્ચ85
15 માર્ચ95

રાજ્યના ચાર મહાનગરોમાં જે રીતે દૈનિક કોરોનાના કેસ વધી રહ્યા છે તેને લઈને સરકારની સાથે સાથે મનપા તંત્ર પણ ચિંતિત બન્યું છે. કોરોનાને કાબૂમાં લેવા રાજ્ય સરકારે પહેલાંથી જ ચારેય મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લાદી દીધો છે. આ ઉપરાંત ચારેય મહાનગરોમાં બાગ-બગીચા, પ્રાણી સંગ્રહાલય જેવા જાહેર સ્થળો પણ બંધ કરી દીધા છે. હાલ મહાનગરોમાં શાળા-કોલેજમાં ઓફલાઈન શિક્ષણ પણ બંધ કરી દેવાયું છે.

કોરોનાના વધી રહેલા કેસને કાબૂમાં લેવા માટે મહાનગરોમાં ટેસ્ટિંગ પણ વધારી દેવામાં આવ્યું છે. તંત્ર દ્વારા ફરીથી ટેસ્ટિંગ બુથ શરૂ કરી દેવાયા છે. સાથે જ વેક્સિનેશનની પ્રક્રિયા પણ ઝડપી બનાવવામાં આવી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments