Homeસિનેમાવાદફિલ્મફેરની રેસમાં કોણ-કોણ છે ?

ફિલ્મફેરની રેસમાં કોણ-કોણ છે ?

Team Chabuk-Entertainment Desk: તાજેતરમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. જેમાં કંગના રનૌતને શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે પસંદ કરાઈ જ્યારે મનોજ બાજપેયી અને ધનુષને બેસ્ટ અભિનેતાનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. હવે ફિલ્મફેરની રેસ છે જેની યાદી જાહેર થઈ ગઈ છે. ફિલ્મફેરમાં બેસ્ટ ફિલ્મ, અભિનેતા, અભિનેત્રી, સ્ક્રીનપ્લે સહિતની તમામ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવશે. ફિલ્મફેર એવોર્ડ 2021નું ટેલિકાસ્ટ કલર્સ ટીવી પર 11 એપ્રિલે બપોરે 12 વાગ્યે થશે.

બેસ્ટ અભિનેતા

આયુષ્માન ખુરાના (શુભ મંગલ જ્યાદા સાવધાન)
ઇરફાન ખાન (અંગ્રેજી મીડિયમ)
રાજકુમાર રાવ (લૂડો)
સુશાંતસિંહ રાજપૂત (દિલ બેચારા)
અજય દેવગન (તાન્હાજીઃ ધ અનસંગ વોરિયર)
અમિતાભ બચ્ચન (ગુલાબો સિતાબો)

બેસ્ટ અભિનેત્રી

કંગના રનૌત (પંગા)
તાપસી પન્નુ (થપ્પડ)
વિદ્યા બાલન (શકુંતલા દેવી)
દીપિકા પાદુકોણ (છપાક)
જાન્હવી કપૂર (ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ)

બેસ્ટ ફિલ્મ

ગુલાબો સિતાબો
ગુંજલ સક્સેનાઃ ધ કારગિલ ગર્લ
લૂડો
તાન્હાજીઃ ધ અનસંગ વોરિયર
થપ્પડ

બેસ્ટ દિગ્દર્શક

અનુરાગ બાસુ (લૂડો)
અનુભવ સિંહા (થપ્પડ)
ઓમ રાઉત (તાન્હાજીઃ ધ અનસંગ વોરિયર)
શરણ શર્મા (ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ)
સુજિત સરકાર (ગુલાબો સિતાબો)

બેસ્ટ સહાયક અભિનેતા

દીપક ડોબરિયલ (અંગ્રેજી મીડિયમ)
ગજરાજ રાવ (શુભ મંગલ જ્યાદા સાવધાન)
કુમુદ મિશ્રા (થપ્પડ)
પંકજ ત્રિપાઠી (લૂડો)
સૈફ અલી ખાન (તાન્હાજીઃ ધ અનસંગ વોરિયર)

બેસ્ટ સહાયક અભિનેત્રી

ફરરૂખ જાફર (ગુલાબો સિતાબો)
માનવી ગાગરુ (શુભ મંગલ જ્યાદા સાવધાન)
નીના ગુપ્તા (શુભ મંગલ જ્યાદા સાવધાન)
રિચા ચઢ્ઢા (પંગા)
તન્વી આઝમી (થપ્પડ)

બેસ્ટ પ્લેબેક સિંગર (મેલ)

અરિજિત સિંહ- શાયદ (લવ આજ કલ)
અરિજિત સિંહ- આબાદ બરબાદ (લૂડો)
આયુષ્માન ખુરાના- મેરે લીયે તુમ કાફી હો (શુભ મંગલ જ્યાદા સાવધાન)
દર્શન રાવલ- મહેરમા (લવ આજ કલ)
રાઘવ ચૈતન્ય- ઈક ટૂકડા ધૂપ (થપ્પડ)
વેદ શર્મા- મલંગ (મલંગ)

બેસ્ટ પ્લેબેગ સિંગર (ફિમેલ)

અંતરા મિત્રા- મહેરમા (લવ આજ કલ)
અસીસ કૌર- મલંગ (મલંગ)
પલક મુંછાલ- મન કી ડોરી (ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ)
શ્રદ્ધા મિશ્રા- મર જાયે હમ (શિકારા)
સુનિધિ ચૌહાણ- પાસ નહીં તો ફેલ (શકુંતલા દેવી)

બેસ્ટ મ્યૂઝિક આલ્બમ

છપાક (શંકર એહસાન લોય)
દિલ બેચારા (એ.આર.રહેમાન)
લવ આજ કલ (પ્રિતમ)
લૂડો (પ્રીતમ)

બેસ્ટ સિનેમેટોગ્રાફી

કેઈકો નકાહારા (તાન્હાજીઃ ધ અનસંગ વોરિયર)
અર્ચિત પટેલ, જય આઈ. પટેલ (પંગા)
સૌમ્યાનંદ સહી (ઈબ આલે ઉ!)
સૌમિક સર્મિલા મુખર્જી (થપ્પડ)
અવિક મુખોપાધ્યાય (ગુલાબો સીતાબો)

બેસ્ટ સંપાદન

અજય શર્મા (લૂડો)
આનંદ સુબૈયા (લૂટકેસ)
ચંદ્રશેખર પ્રજાપતિ (ગુલાબો સિતાબો)
યશ પુષ્પા રામચંદાની (થપ્પડ)

ફિલ્મફેર એવોર્ડના નોમિનેશનમાં બે અભિનેતાના નામ એવા છે જે આ દુનિયામાં હવે નથી રહ્યા. ફિલ્મફેર એવોર્ડની બેસ્ટ અભિનેતાની કેટેગરીમાં કુલ 6 અભિનેતાને નોમિનેશન મળ્યું છે જેમાંથી સુશાંતસિંહ રાજપૂતને દિલ બેચારા માટે નોમિનેશન મળ્યું છે જ્યારે ઇરફાન ખાનને અંગ્રેજી મીડિયમ ફિલ્મ માટે નોમિનેશન મળ્યું છે. સુશાંતસિંહ રાજપૂત અને ઇરફાન ખાન હાલ આ દુનિયામાં નથી ત્યારે સૌની નજર ફિલ્મફેર એવોર્ડમાં બેસ્ટ અભિનેતાના નામ પર રહેલી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments