Homeગુર્જર નગરીકોરોના: અઠવાડિયા પછી રાજ્યમાં કોરોનાના કેસમાં આંશિક ઘટાડો પણ સુરતના એક દિવસના...

કોરોના: અઠવાડિયા પછી રાજ્યમાં કોરોનાના કેસમાં આંશિક ઘટાડો પણ સુરતના એક દિવસના કેસ જોઈને વિચારતા થઈ જશો

Team Chabuk-Gujarat Desk: છેલ્લા 8 દિવસથી વધતાં કોરોનાના કેસમાં આંશિક ઘટાડો નોંધાયો છે.  રાજ્યમાં સતત ત્રીજીવાર કોરોનાન કેસનો આંકડો 6 હજારને પાર પહોંચ્યો છે. વધુ કેસ આવ્યા છે. ગુજરાતમાં એક દિવસમાં 6 હજાર 97 નવા કેસ નોંધાયા છે, જેમાં અમદાવાદમાં સૌથી વધુ 1893 કેસ જ્યારે સુરતમાં 1778 કેસ સામે આવ્યા છે. જ્યારે 1539 દર્દીઓ સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. તો રાજકોટ અને સુરતમાં એક-એક એમ રાજ્યમાં કુલ 2 દર્દીનું કોરોનાથી મોત થયું છે. તો રાજ્યમાં ઓમિક્રૉનના પણ એક દિવસમાં 18 કેસ નોંધાયા છે.

રાજ્યમાં એક દિવસમાં ઓમિક્રૉનના 28 નવા કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ વડોદરમાં 9, અમદાવાદ શહેરમાં 5, ગાંંધીનગર શહેરમાં 5, આણંદમાં 4, કચ્છમાં 2, રાજકોટ શહેરમાં 2 અને ગાંધીનગર જિલ્લામાં 1 કેસ નોંધાયા છે. તો બીજી તરફ અમદાવાદ શહેરમાં 27, આણંદમાં 2, મહેસાણામાં 3 કચ્છમાં 5 એમ કુલ 37 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં 8 લાખ 25 હજાર 702 દર્દી ડિસ્ચાર્જ થયા છે. જો એક્ટીવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 32 હજાર 469 એક્ટીવ કેસ છે, જેમાંથી 29 દર્દી વેન્ટીલેટર પર છે, જ્યારે 32 હજાર 440 દર્દીની હાલત સ્થિર છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments