Homeગુર્જર નગરીચેતી જજો, વધી રહ્યું છે સંક્રમણ: રાજ્યમાં એક દિવસમાં 6275 કેસ, અમદાવાદમાં...

ચેતી જજો, વધી રહ્યું છે સંક્રમણ: રાજ્યમાં એક દિવસમાં 6275 કેસ, અમદાવાદમાં 2500ને પાર

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં ખૂબ ઝડપથી કોરોના સંક્રમણ ફેલાઈ રહ્યું છે. રાજ્યમાં એક જ દિવસમાં કુલ 6 હજાર 275 નવા કેસ નોંધાયા છે. બીજી તરફ 1 હજાર 263 દર્દીઓ સાજા થયા છે. તો રાહતની વાત એ છે કે, રાજ્યમાં સતત બીજા દિવસે એકપણ દર્દીનું કોરોનાથી મોત નોંધાયું નથી. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદની સ્થિતિ ખરાબ છે. અમદાવાદમાં એક દિવસમાં કુલ 2 હજાર 519 કેસ નોંધાયા છે. તો સુરતમાં પણ કેસ સતત વધી રહ્યા છે. સુરતમાં એક દિવસમાં કુલ 1 હજાર 879 કેસ નોંધાયા છે.

એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 27913 એક્ટિવ કેસ છે, જેમાંથી 26 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 27887 દર્દીની હાલત સ્થિર છે. તો આજે રાજ્યમાં ઓમિક્રોનનો એક પણ કેસ નોંધાયો નથી. અત્યાર સુધીના ઓમિક્રૉનની કેસની વાત કરીએ તો, સૌથી વધુ અમદાવાદમાં 12, આણંદ અને વડોદરા શહેરમાં 5, મહેસાણામાં 3, ભરૂચમાં 2 તથા રાજકોટ, બનાસકાંઠા, કચ્છ, અમદાવાદ જિલ્લો અને અમરેલીમાં 1-1 કેસ આવ્યા છે. જ્યારે આણંદ અને અમરેલીમાં 7-7 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં 236 ઓમિક્રોનના કેસ આવ્યા જેમાંથી 167 દર્દી ડિસ્ચાર્જ થઈ ગયા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments