Homeગુર્જર નગરીવડોદરા: દશરથ ગામે પાડોશીની ગાય વાડામાં ઘૂસી ગઈ તો પગ કાપી નાખ્યા,...

વડોદરા: દશરથ ગામે પાડોશીની ગાય વાડામાં ઘૂસી ગઈ તો પગ કાપી નાખ્યા, પોલીસે નોંધી ફરિયાદ

Team Chabuk-Gujarat Desk: વડોદરાના દશરથ ગામમાં એક અત્યંત ક્રૂર ઘટના સામે આવી છે. આરોપ છે કે, અહીં એક પશુપાલકના વાડામાં પડોશીની ગાય ઘૂસી જતાં તેણે ધારીયાના ઘા ઝીંકી ગાયના બંને પગ કાપી નાંખ્યા હતા. આ કેસમાં પોલીસે આરોપી પશુપાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. બીજી તરફ ગાઈ ઈજાગ્રસ્ત થઈ હોવાની જાણ થતાં જ 1962 એનિમલ સંસ્થા ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત ગાયની સારવાર કરી હતી.

છાણી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે વડોદરા શહેર નજીક આવેલા દશરથ ગામના ઈન્દિરાનગરી ભરવાડ વાસમાં રહેતા જયેશ જગુ ભરવાડ પશુપાલન કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. શુક્રવારે તેમને ત્યાં વાહનમાં શેરડીનો જથ્થો આવ્યો હોવાથી તેઓએ પોતાની ગાયને ઘર પાસે છૂટ્ટી મુકી હતી. અને ત્યારબાદ પોતાની માતાને કહીને ગયા હતા કે, ગાય આવે એટલે બાંધી દેજો.

દરમિયાન મધરાતે તેઓ નોકરી પર હતા, ત્યારે પડોશમાં રહેતા દીપકભાઈએ તેઓને ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે, તેમની ગાય દુકાન પાસે લોહીલુહાણ હાલતમાં પડી છે, જેથી તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા. ત્યારે તેમની ગાયના પાછળના બંને પગ ઉપર તિક્ષ્ણ હથિયારના ઘા મારવામાં આવ્યા હોવાનું અને તે ઉભી થઇ નહી શકતી હોવાનું જણાયું આવ્યું હતું. આ દરમિયાન તેમને જાણવા મળ્યું કે, તેમની બાજુમાં જ રહેતા ગોવિંદ ભરવાડ નામના શખ્સે ગાય પર હુમલો કર્યો  છે.

ફરિયાદીએ આરોપ લગાવ્યો કે, તેમની ગાય અગાઉ પણ વાડામાં ગઇ હતી, ત્યારે લાકડી વડે હુમલો કર્યો હતો. જેથી આ વખતે પણ તેમણે હુમલો કર્યો છે. આ ઘટનાના બીજા દિવસે 1962 એનિમલ ઇમરજન્સી પર ફોન કરી ઈજાગ્રસ્ત ગાયની સારવાર કરાવી હતી. તેમજ સમગ્ર બનાવ અંગે છાણી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગાય ઉપર હુમલો કરનાર ગોવિંદ જીવણ ભરવાડ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments