Team Chabuk-Gujarat Desk: કોરોનાના વધી રહેલા સંક્રમણને નાથવા માટે અને કોરોનાસૂરને ડામવા માટે સમગ્ર પંજાબમાં નાઈટ કરફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. આ અંગે મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સીએમ અમરિન્દર સિંહે ત્રીસ એપ્રિલ સુધી તમામ રાજકીય રેલીઓ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે. પ્રતિબંધ લાદ્યા બાદ તેમણે કડક શબ્દોમાં કહ્યું કે, જો કોઈ નેતા આ નિયમનું ઉલ્લંઘન કરે છે તો તેના વિરૂદ્ધ ડીએમએ અને મહામારી અધિનિયમ હેઠળ કેસ દાખલ કરવામાં આવશે.
આ સાથે જ મુખ્યમંત્રી અમરિન્દર સિંહે 12 જિલ્લાઓમાં લાગેલા નાઈટ કરફ્યૂને સમગ્ર પ્રદેશમાં લાગુ કરી દીધો છે. અર્થાત્ હવે રાતના નવ વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી નાઈટ કરફ્યૂ સમગ્ર પંજાબમાં લાગશે. આ સાથે જ અંતિમ સંસ્કાર કે પછી લગ્ન પ્રસંગોમાં 50 લોકો અને ઘરની બહાર માત્ર 100 લોકો સામેલ થઈ શકશે.
કેપ્ટન અમરિન્દર સિંહે સૌ પ્રથમ પોતાની સરકાર પર જ લગામ લાદતા જણાવ્યું છે કે, તમામ કર્મચારીઓએ માસ્ક ફરજીયાત પહેરવાનું છે. અન્ય પ્રતિબંધ ત્રીસ એપ્રિલ સુધી લાગુ રહેશે. જેમાં શાળા અને શૈક્ષણિક સંસ્થાનો બંધ કરવાનું પણ સામેલ છે. જોકે મોલ અને દુકાનના માલિકોને રાહત આપવામાં આવી છે. હવે એક સમયે એક દુકાનમાં ફક્ત દસ લોકો જ હાજર રહી શકશે. આ પહેલા મોલમાં એક સમયે એક સાથે 100 લોકોની હાજરીને અનુમતિ આપવામાં આવી હતી.
મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે કોરોનાની સ્થિતિની સાપ્તાહિક સમીક્ષા દરમિયાન બુધવારના રોજ રાજ્યના ઉચ્ચ સકારાત્મકતા અને મૃત્યુ દર પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે આ ચિંતાનો વિષય છે કે પંજાબમાં 85 ટકાથી વધારે કેસ બ્રિટનના સ્ટ્રેનના છે. જે અત્યાધિક સંક્રામક અને વિષાણુજનિત છે.
આગળ સીએમ અમરિન્દર સિંહે કહ્યું કે, કોરોનાને ડામવા માટે કડક પગલાં ઉઠાવવા સિવાય કોઈ વિકલ્પ નથી. જોકે સકારાત્મક કેસની સંખ્યા છેલ્લા કેટલાક દિવસથી એક હદ સુધી સ્થિર થઈ ગઈ છે. જે આનન્દની વાત છે. તેમણે કહ્યું કે, રાજકીય પાર્ટીઓએ રેલીઓ કરવાના વાયદાને તોડ્યો છે. આ કારણે જ રાજકીય પાર્ટીઓની રેલીઓ પર પ્રતિબંધ લાદવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગત્ત દિવસોમાં જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને શિરોમણી અકાલી દળના નેતા સુખબીર બાદલે એક રાજકીય આયોજનમાં ભાગ લીધો હતો. આ અંગે સીએમ અમરિન્દર સિંહે ટીકા કરતાં કહ્યું હતું કે, તમે વરિષ્ઠ થઈને રાજનેતા હોવા છતાં આ પ્રકારનો વ્યવહાર કરો છો. તો તમે લોકો પાસેથી આ બીમારી ફેલાતી રોકવાની ગંભીરતાની આશા કેવી રીતે રાખી શકશો ?
સીએમે કહ્યું કે, રાજકીય આયોજન કરનારાઓ પર કેસ ફાઈલ થશે. સાથે જ આયોજન સ્થળના માલિકો અને ટેન્ટ હાઉસના માલિકોને પણ બક્ષવામાં નહીં આવે. તેમના પર કેસ કરવાની સાથે જ આયોજન સ્થળને ત્રણ મહિના માટે સીલ કરી દેવામાં આવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત