Homeગુર્જર નગરીટાસ્ક ફોર્સે જાહેર કરેલી કોરોનાની નવી ગાઈડલાઈન જાણી લો

ટાસ્ક ફોર્સે જાહેર કરેલી કોરોનાની નવી ગાઈડલાઈન જાણી લો

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં વકરી રહેલા કોરોનાને નાથવા માટે સરકારે કોવિડ ટાસ્ક ફોર્સની રચના કરી છે. સરકાર દ્વારા રચાયેલી આ ટાસ્ક ફોર્સ સતત કોરોનાના પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. આ કોવિડ ટાસ્ક ફોર્સ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. ટાસ્કફોર્સના સભ્યોએ કોરોનાની નવી ગાઈડલાઈન જાહેર કરીને લોકોને કેટલાક સૂચનો કર્યા હતા.

કોરોના ટાસ્ક ફોર્સના ડોક્ટર રાઘવ દિક્ષિતે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પોતાની વાત રજૂ કરતાં કહ્યું હતું કે, ‘એક વર્ષથી વધુ સમયથી કોરોના સામે જજુમીએ છીએ. એક વર્ષના અનુભવ બાદ કોરોના ગાઈડલાઈનમાં સુધારો કરવામાં આવ્યો છે. અમે અન્ય રાજ્યોના પ્રોટોકોલની ગાઈડલાઈનનો અભ્યાસ કર્યો છે. આ નવી ગાઈડલાઈન અંગે ટાસ્ક ફોર્સ અને તજજ્ઞો સાથે ચર્ચા કરી છે. કેટલાક ક્લિનીકલ પ્રોટોકોલમાં ફેરફાર કરવામાં આવ્યા છે.’ ડોક્ટર દિક્ષિતે જણાવ્યું કે, ‘કોરોનાના મોટાભાગના કેસ માઈલ્ડ હોય છે. આઈવર મેક્ટેન, ફેબી ફ્લૂને પ્રોટોકોલમાં સામેલ કરવામાં આવ્યું છે.’

કોરોનાની નવી ગાઈડલાઈન અંગે ડોક્ટર વી.એન.શાહે જણાવ્યું કે, ‘નવી કોરોનાની લહેર ખૂબ ઝડપથી અસર કરે છે. અત્યાર સુધી 90 હજારથી વધુ સંશોધનો થયા છે.’ ડોક્ટર શાહે વધુમાં જણાવ્યું કે, ‘રેમડેસિવિર ઇન્જેક્શન અક્સીર ઈલાજ નથી. આ વાત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ કહી છે. રેમડેસિવિરથી મૃત્યુઆંક ઘટાડી શકાયો નથી. તેથી બિનજરૂરી દવાઓ ન લો.’ ડોક્ટર શાહે તો એમ પણ કહ્યું કે, ‘રેમડેસિવિર ઇન્જેક્શન મુદ્દે ઘણું ગાંડપણ ચાલ્યું છે. મહારાષ્ટ્રમાં ફેવીપિરાવીરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.’ ઓક્સિજનના ઉપયોગ કરતાં બિનઉપયોગ વધ્યાનું પણ ડોક્ટર શાહે જણાવ્યું હતું. ડોક્ટર શાહનું કહેવું છે કે, ‘6 મિનિટ વોક ટેસ્ટથી ઓક્સિજનની અછત અંગે જાણકારી મેળવી શકાય છે. ઘરે 6 મિનિટ ચાલો અને બાદમાં જો ઓક્સિજન 94 નીચે આવે તો ખતરાની ઘંટી છે. દર્દીઓને જાતે દોડવાની જરૂર નથી. આ ત્રીજા યુદ્ધ જેવી સ્થિતિ છે.’ ડોક્ટર શાહે લોકોને વેક્સિન લેવા અને ટેસ્ટ કરાવવા પણ અપીલ કરી. ડોક્ટર શાહે કહ્યું કે, ‘હર્ડ ઇમ્યુનિટી લાવવા માટે રસીકરણમાં ભાગ લેવો પડશે. શરદી થાય તો ઘરમાં બેસી ન રહો, બહાર આવો અને ટેસ્ટ કરાવો.’

ટાસ્ક ફોર્સના ડોક્ટર તુષાર પટેલે પણ પ્રેસ કોન્ફરન્સમાં વિવિધ જાણકારી આપી હતી. ડોક્ટર તુષાર પટેલનું કહેવું છે કે, ‘કોરોનાથી ફેફસા સૌથી વધુ પ્રભાવિત થાય છે. ફેફસાના નીચેના ભાગમાં કોરોનાની અસર વધુ જોવા મળી છે. યોગ પ્રાણાયમ કરતાં રહેશો તો દર્દીને ઓક્સિજનની જરૂર નહીં પડે.’ તુષાર પટેલે લંગ્સ કેપેસિટી વધારવા અંગે કહ્યું હતું. પેટ પર ઉંધા ઉંઘવાથી ઓક્સિજન વધશેહાલમાં બેડની અછત હોવાનું પણ ડોક્ટર તુષાર પટેલે કહ્યું.

આર.કે. પટેલે જણાવ્યું કે, ‘કોરોનાની ગમે તે વેવ આવે માસ્ક વેક્સિનથી પણ વધુ અસરકારક છે. ખાસ કરીને સર્જીકલ માસ્ક સૌથી વધુ અસરકારક છે.’ ઘરે પણ માસ્ક પહેરવા આર.કે. પટેલે જણાવ્યું હતું. આર.કે. પટેલે લોકોને માનસિક રીતે સકારાત્મક રહેવાની અપીલ કરતાં કહ્યું કે, ‘કોરોનાથી મરી જઈશું એ વાત મગજમાંથી કાઢી નાખો. જો શરદી જેવું લાગે તો આઈસોલેટ થાવ.’

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments