Homeગુર્જર નગરીકોરોના વાયરસના સંક્રમણને અટકાવવા પાટણ જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરાયેલું જાહેરનામું આ...

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા પાટણ જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરાયેલું જાહેરનામું આ રહ્યું

Team Chabuk-Gujarat Desk: નોવેલ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે સૂચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેને ધ્યાને લઈ રાજ્યમાં પ્રવર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરતાં સમગ્ર રાજ્યમાં મુકવામાં આવેલા નિયંત્રણોની અવધી લંબાવી આગામી તા.૧૦ ઓક્ટોબર સુધી પાલન કરવાની થતી માર્ગદર્શિકા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે હેતુસર, લોકોના સ્વાસ્થ્ય, સુરક્ષા અને જાહેર જનતાના હિતમાં ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ ની કલમ ૧૪૪ તથા ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ ૩૭(૪) અન્વયે, પ્રવર્તમાન પરિસ્થિતિને લક્ષમાં લઈ જાહેર જનતાના હિતમાં ગુજરાત સરકારના ગૃહ વિભાગના તા.૨૪.૦૯.૨૦૨૧ ના હુકમ ક્રમાંક:વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨-Bથી બહાર પાડવામાં આવેલ હુકમમાં જણાવ્યા મુજબના કેટલાંક નિયંત્રણોની અવધિ લંબાવવી જરૂરી જણાતાં જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા સમગ્ર પાટણ જિલ્લામાં નીચે મુજબના વિવિધ નિયંત્રણો તથા હુકમ ફરમાવવામાં આવ્યા છે.

  • તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્ષ, માર્કેટીંગ યાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર, રેસ્ટોરેન્ટસ, અઠવાડીક ગુજરી/ બજાર/ હાટ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિઓ ચાલુ રાખી શકાશે.
  • જીમ ૭૫% ક્ષમતા સાથે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન ચાલુ રાખી શકાશે.
  • જાહેર બાગ-બગીચાઓ રાત્રિના ૧૦:૦૦ કલાક સુધી જાહેર જનતા માટે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત S.O.P ને આધિન ખુલ્લા રાખી શકાશે.
  • આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૪૦૦(ચારસો) વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઈ યથાવત રહે છે.
  • અંતિમક્રિયા/દફનવિધી માટે મહત્તમ ૧૦૦(એકસો) વ્યક્તિઓની મંજુરી રહેશે.
  • તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભોમાં તેમજ ધાર્મિક સ્થળોમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત S.O.P ને આધિન, ખુલ્લામાં મહત્તમ ૪૦૦ વ્યક્તિઓ પરંતુ, બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના ૫૦% (મહત્તમ ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં) વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે.
  • ધો.૯ થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ સુધીના કોચીંગ સેન્ટરો / ટ્યુશન કલાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક/ ભરતી અંગેની પરીક્ષાઓ માટેના કોચિંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના મહત્તમ ૫૦% વિદ્યાર્થીઓ સાથે બેચવાઈઝ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત S.O.P  સાથે ચાલુ રાખી શકાશે.
  • શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી સૂચનાઓને આધિન ચાલુ રાખી શકાશે.
  • શાળા, કોલેજ, અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક/ભરતી અંગેની પરીક્ષાઓ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત S.O.P સાથે યોજી શકાશે.
  • વાંચનાલયો ૭૫% ક્ષમતા સાથે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત S.O.P ને આધિન ચાલુ રાખી શકાશે.
  • પબ્લિક તથા પ્રાઈવેટ બસ ટ્રાન્સપોર્ટની નોન એ.સી. બસ સેવાઓ ૧૦૦% ક્ષમતા સાથે (standing not allowed) જ્યારે એ.સી. બસ સેવાઓ મહત્તમ ૭૫% પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે. બસ ટ્રાન્સપોર્ટ સેવાઓને રાત્રિ કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવે છે.
  • પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ / સ્પોર્ટસ સ્ટેડીયમ / સંકુલમાં રમતગમત ચાલુ રાખી શકાશે.
  • સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો મહત્તમ ૬૦% કેપેસીટીમાં ચાલુ રાખી શકાશે.
  • વોટર પાર્ક તથા સ્વિમીંગ પુલ મહત્તમ ૭૫% કેપેસીટીમાં ચાલુ રાખી શકાશે.
  • સ્પા સેન્ટરો બંધ રહેશે.

ઉપરોક્ત A, B, G, J, K, L, M, N  માં જણાવેલ બાબતો સંદર્ભમાં તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓ માટે વેક્સિનનો પ્રથમ ડોઝ ફરજિયાત રહેશે. જે વ્યક્તિઓના RTPCR ટેસ્ટ પોઝીટીવ આવેલ હોય તેવા કિસ્સાઓમાં RTPCR  ટેસ્ટ પોઝીટીવ આવ્યાના ૧૪ દિવસથી/ હોસ્પિટલની Discharge summary  ની તારીખથી ૯૦ દિવસ પૂર્ણ થયા બાદ તુર્તજ વેક્સીનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે.

નવરાત્રિ દરમિયાન સમગ્ર જિલ્લામાં રાત્રિના ૧૨:૦૦ કલાક સુધી શેરી, સોસાયટી, ફલેટમાં ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં ગરબાનું આયોજન તેમજ દૂર્ગા પૂજા, શરદપૂર્ણિમા, દશેરાના તહેવારની ઉજવણી કરી શકાશે. ગરબા/ ઉજવણીમાં ભાગ લેનાર દરેક વ્યક્તિઓએ કોરોના વેકસિનના બે ડોઝ લીધેલ હોવા જોઈએ. આવા આયોજનમાં લાઉડ સ્પીકર/ ધ્વનિ નિયંત્રણ અંગેના સુપ્રિમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું રહ્શે. પરંતુ જિલ્લામાં પાર્ટી પ્લોટ, કલબ, ખુલ્લી જગ્યાએ કે અન્ય કોઈપણ જગ્યાએ કે જ્યાં કોમર્શિયલ રીતે ગરબાનું આયોજન કરવામાં આવતું હોય તેવા સ્થળોએ નવરાત્રિની ઉજવણીની પરવાનગી આપવામાં આવશે નહીં.

અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતાં મુસાફરોને RTPCR Test સંબંધમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવેલ સૂચનાઓ લાગુ રહેશે. તમામે ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ જાહેરનામું પાટણ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૧૦.૧૦.૨૦૨૧ના સવારના ૦૬.૦૦ કલાક સુધી અમલમાં રહેશે.

આ જાહેરનામાની જોગવાઈઓ/ કેન્દ્ર-રાજ્ય સરકારની માર્ગદર્શિકાઓનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ The  EPIDEMIC  DISEASES  Act  1897, THE GUJARAT EPIDEMIC DISEASES COVID  – 19 REGULATION, 2020ની જોગવાઈઓ, ભારતીય દંડ સંહિતા,૧૮૬૦ ની કલમ ૧૮૮ તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ ની કલમ ૫૧ થી ૬૦ ની જોગવાઈ હેઠળ કાર્યવાહીને પાત્ર થશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments