Homeગામનાં ચોરેદિલ્હીથી આવી રહેલી બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો, મૃતકોનો આંક...

દિલ્હીથી આવી રહેલી બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો, મૃતકોનો આંક વધવાની સંભાવના

Team Chabuk-National Desk: બારાબંકીના દેવા પોલીસ સ્ટેશન નજીકના વિસ્તાર પર બાબુરહિયા ગામની નજીક ગુરૂવારની સવારે કિસાન પથ પર એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં સામસામે ટ્રક અને બસની ટક્કર થઈ હતી. બસમાં કેટલાય યાત્રિકો સવાર હતા, અત્યાર સુધીમાં નવ લોકોનાં મૃત્યુ થયા હોવાની જાણકારી મળી રહી છે. જોકે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે. પોલીસ અધિક્ષક યમુના પ્રસાદે પોલીસ દળની સાથે ઘટનાસ્થળ પર પહોંચીને રાહત અને બચાવનું કાર્ય કર્યું છે.

બસ દિલ્હીથી બહરાઈચ જઈ રહી હતી

ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ મુસાફરોને લઈ બસ દિલ્હીથી બહરાઈચ જઈ રહી હતી. ગુરૂવારની સવારે 4-45 વાગ્યે દિલ્હીથી મુસાફરોને લઈ આવી રહેલી એક બસ વિપરિત દિશમાંથી આવી રહેલા એક ટ્રકની સાથે અથડાય હતી. અથડામણ એવી રીતે થયું હતું કે ટ્રકના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ચારે બાજુથી રાડારાડી અને બુમરાણના કારણે સવારની નિવર શાંતિમાં પડેલા વિસ્તારની એકાએક ઉંઘ તૂટી ગઈ હતી.

મૃતકોનો આંક વધી શકે છે

સ્થાનિકોએ આપેલી સૂચના પર ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસે રાહત અને બચાવની કામગીરી શરૂ કરી હતી. પોલીસે દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસ અધ્યક્ષ દેવા અજય કુમાર સિંહે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 9 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. ઘાયલોને હોસ્પિટલ મોકલવામાં આવી રહ્યા છે. જોકે હજુ સુધી કુલ કેટલા લોકોના મૃત્યુ થયા છે તેની અધિકારીક પુષ્ટી નથી થઈ. તમામ ઘાયલોને હોસ્પિટલમાં ભરતી કરાવ્યા બાદ, સ્થિતિ સ્પષ્ટ થશે.

મુખ્યમંત્રીએ દુખ વ્યક્ત કર્યું

દુર્ઘટનાની જાણ થતાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુ:ખ વ્યક્ત કર્યો હતો. તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને તમામ ઉપચાર કરાવવા અને પ્રભાવિત લોકોને દરેક સંભવ મદદ અને રાહત આપવાનો નિર્દેશ જાહેર કર્યો છે.

મૃતકોને બે લાખ અને ઘાયલોને મળશે 50 હજાર

ભીષણ માર્ગ અકસ્માતમાં જિલ્લા અધિકારી ડૉ. આદર્શ સિંહે જણાવ્યું કે, 9 લોકો મૃત્યુ પામ્યાની પુષ્ટી થઈ છે અને 27 લોકો ગંભીરરૂપથી ઈજાગ્રસ્ત થયા છે. ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને ટ્રોમા સેન્ટર લખનઉ રિફર કરવામાં આવી રહ્યા છે. જ્યારે જિલ્લાની અન્ય હોસ્પિટલોમાં પણ કેટલાક લોકોનો ઈલાજ ચાલી રહ્યો છે. તમામ મૃતકોના પરિવારને બે લાખ રૂપિયા અને ઘાયલોને પચાસ હજાર રુપિયા આપવાનું એલાન કરવામાં આવ્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments