Homeગામનાં ચોરેબાઈક પર પાછળ બેઠેલી મહિલાની છેડતી કરી, સાડી ખેંચી, અપશબ્દો કહ્યા અને...

બાઈક પર પાછળ બેઠેલી મહિલાની છેડતી કરી, સાડી ખેંચી, અપશબ્દો કહ્યા અને વીડિયો વાઈરલ કર્યો

Team Chabuk-National Desk: સોશિયલ મીડિયા પર એક મહિલા સાથે અભદ્ર વ્યવહાર કરતો વીડિયો વાઈરલ થયો છે. મહિલા વિરોધ વ્યક્ત કરે છે પણ કેટલાક લોકો તેની છેડતી કરતાં રહે છે. તેને ગાળો ભાંડે છે. વીડિયો વાઈરલ થતાં પોલીસ કાર્યવાહીમાં ત્રણ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. વીડિયો સામે આવતા નીતિશ સરકારને વિપક્ષે ઘેરી છે.

આ વીડિયોમાં બાઈક પર કોઈની સાથે પાછળ બેસેલી મહિલાની સાથે કેટલાક લોકો અભદ્ર વ્યવહાર કરી રહ્યા છે. મહિલાના શરીરને સ્પર્શી રહ્યા છે. મહિલા સાડી વડે પોતાના શરીરને ઢાંકવાનો પ્રયાસ કરી રહી છે. બાઈકમાં આગળ બેઠેલો યુવક બાઈક સ્પીડમાં ભગાવે છે. જોકે કેટલાક લોકો મહિલાને પકડવાની કોશિશ કરે છે. ગાળો ભાંડે છે. જે લોકો છેડતી કરી રહ્યા છે, તેમાંથી જ એકે વીડિયો બનાવી વાઈરલ કર્યો છે.

આ સમગ્ર ઘટના સારણ જિલ્લાના દરિયાપુર પોલીસ વિસ્તારની છે. દરિયાપુર રેલ કારખાનાથી દરિહરા ચવંર થઈને એક રસ્તો પસાર થાય છે. એવી માહિતી મળી રહી છે કે કેટલાક લોકોએ આ કપલને જંગલમાં પકડ્યું હતું. પહેલા પૂછપરછ કરી પછી મહિલાની સાથે આપત્તિજનક વ્યવહાર કર્યો. યુવક પણ મહિલાને લઈ માંડ માંડ ત્યાંથી નીકળી શક્યો હતો. હવે આ વીડિયોને લઈ વિપક્ષે નીતિશ સરકારને ઘેરી લીધી છે.

બિહાર પ્રદેશ મહિલા કોંગ્રેસે ટ્વીટ કરી કહ્યું છે કે, આ છે બિહારના છપરાની સ્થિતિ. એક મહિલાની ધોળા દિવસે ઈજ્જત લૂંટવામાં આવી રહી છે. આખરે સુશાસન ક્યાં છે? શાસક અને પ્રશાસનનો જરા અમથો પણ ભય અપરાધીઓને નથી. કેવી રીતે બિહારની દીકરીઓ બચશે?

વીડિયોમાં જોવા મળી રહેલી ઘટના અંગે પોલીસને કોઈ ઔપચારિક ફરિયાદ મળી નથી. વાઈરલ વીડિયો અંગે સારણના એસપી સન્તોષ કુમારે જણાવ્યું હતું કે, વીડિયો ધ્યાનમાં આવતા જ પોલીસની ટીમ બનાવીને ઘટનાની સત્યતા તપાસવાની અને ઓળખ કરવાની જવાબદારી લીધી છે. તપાસ કરતા વીડિયોમાં દેખાઈ રહેલા તમામ 6 લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. જેમાંથી ત્રણની ધરપકડ થઈ છે. બાકીના આરોપીઓની ધરપકડ માટે તપાસ ચાલી રહી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments