Homeગુર્જર નગરીસરદાર સન્માન સંકલ્પ યાત્રામાં પહોંચે તે પહેલાં જ રસ્તામાં પાસ કન્વીનર અલ્પેશ...

સરદાર સન્માન સંકલ્પ યાત્રામાં પહોંચે તે પહેલાં જ રસ્તામાં પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાની અટકાયત

Team Chabuk-Gujarat Desk: અમદાવાદના મોટેરા સ્ટેડિયમ (સરદાર પટેલ સ્ટેડિયમ)નું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દેવામાં આવતા વિરોધનો વંટોળ શરૂ થયો છે. જેના ભાગરૂપે સરદાર પટેલને સન્માન પરત અપાવવા માટે બારડોલીથી સરદાર સન્માન સંકલ્પ યાત્રા નીકળવાની છે. આ યાત્રાને પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા ખુલ્લુ સમર્થન આપવામાં આવ્યું છે. ત્યારે આજે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરિયા બારડોલી સરદાર સન્માન સંકલ્પ યાત્રામાં પહોંચે તે પહેલાં જ તેમની અટકાયત કરી લેવામાં આવી છે.

આજે બારડોલીથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધીની બે દિવસીય સરદાર સન્માન સંકલ્પ યાત્રાનો પ્રારંભ થવાનો હતો. આ યાત્રામાં જોડાવા માટે અલ્પેશ કથીરિયા  બારડોલી જવા નીકળ્યા હતા. જો કે અલ્પેશ કથીરિયા બારડોલી પહોંચે તે પહેલાં જ રસ્તામાં તેઓની પોલીસે અટકાયત કરી લીધી હતી. શા માટે પોલીસ દ્વારા અલ્પેશ કથીરિયાની અટકાયત કરી છે તે અંગેની માહિતી હજુ સામે આવી નથી.

સરદાર સન્માન સંકલ્પ યાત્રામાં જોડાવા માટે PAAS કન્વીનર અલ્પેશ કથીરિયાએ અહવાન કર્યું હતું. સરદાર પટેલ સ્ટેડિયમ (મોટેરા સ્ટેડિયમ)નું નામ બદલવાના વિરોધમાં આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સરદાર સન્માન સંકલ્પ યાત્રામાં PAAS સમિતિ પણ જોડાશે. સરદાર પટેલનું ગુજરાતમાં અપમાન ગણાવી વિરોધ નોંધવવામાં આવશે.

બારડોલી આશ્રમથી મોટેરા સરદાર પટેલ સ્ટેડિયમ સુધી સરદાર સન્માન સંકલ્પ યાત્રા કાઢવામાં આવશે. સરદાર સન્માન સંકલ્પ યાત્રા 12 જૂન રવિવારથી નીકળીને 13 જૂન સોમવારે મોટેરા સ્ટેડિયમ પહોંચશે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments