Team Chabuk-Gujarat Desk: મહેસાણા જિલ્લાના વિજાપુરમાં અકસ્માતની ઘટના બની છે. વિજાપુર હિંમતનગર હાઇવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાય બાદ રોડ પર ટ્રક પડી હતી. એ દરમિયાન પાછળથી આવી રહેલી અન્ય એક ગાડી અકસ્માત સર્જાયેલા ટ્રક પાછળ ઘુસી જતા ગાડીમાં સવાર ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. કલોલ ના પંચવટી શ્રી હરિ સોસાયટીમાં રહેતા દેવેન્દ્ર ભાઈ શાહ પોતાની પત્ની મંજુલા બેન સાથે કારમાં બેસીને પોતાના વતન રાજસ્થાનના ચિતોડ જિલ્લાના ફતેહનગર દર્શન કરવા નીકળ્યા હતા. ગાડી ડ્રાઇવર ચલાવી રહ્યો હતો.
કલોલ થી ગાડીમાં બેસી દંપતી રાજસ્થાન જવા નીકળ્યા હતા.એ દરમિયાન વિજાપુર હિંમતનગર હાઇવે પર રણછોડ પુરા ચોકડી પાસે અગાઉ અકસ્માત થઈ ને પડેલ ટ્રકની પાછળ કારનો અકસ્માત થયો હતો. ડ્રાઇવર કાબુ ગુમાવી દેતા અકસ્માત થયેલા ટ્રેકની પાછળ ગાડી ઘુસાડી દીધી હતી. આ દરમિયાન ગાડીમાં સવાર ડ્રાઇવર અને દંપતીને સ્થાનિક લોકોએ બહાર કાઢી વિજાપુર અને હિંમતનગર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ડ્રાઇવર અને મંજુલા બેનનું વિજાપુર સિવિલમાં અને દેવેન્દ્ર ભાઈ શાહનું હિંમતનગર સિવિલમાં મોત નીપજ્યું હતું
સમગ્ર અકસ્માતની ઘટનામાં મૃતકના નાના ભાઈ કમલેશ ભાઈ શાહે વિજાપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી જાણવ્યું કે મોટા ભાઈ ભાભી ગાડીમાં બેસી રાજસ્થાન દર્શન કરવા જતાં હતા.જ્યાં ડ્રાઇવર ગાડી ચલાવી રહ્યો હતો.અને વિજાપુર હિંમતનગર રોડ પર અકસ્માત થઈ ને પડલા ટ્રક ને જોયા વિના ડ્રાઇવર ગાડી બેફામ હંકારી અકસ્માત સર્જાયેલ ટ્રક પાછળ ગાડી ઘુસાડી દેતા અકસ્માત સર્જાયો હતો હાલમાં ડ્રાઇવર કાગસિયા દેવરાજ સામે ફરિયાદ નોંધાવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત