Homeગુર્જર નગરીદર્શને ગયેલા યુવકોની કારનો ગમખ્વાર અકસ્માત, 3ના મોત, પતરા કાપી મૃતદેહ કાઢ્યા

દર્શને ગયેલા યુવકોની કારનો ગમખ્વાર અકસ્માત, 3ના મોત, પતરા કાપી મૃતદેહ કાઢ્યા

Team Chabuk-Gujarat Desk: મહેસાણામાં ગમખ્વાર અકસ્માતની ઘટનામાં 3 લોકોના મોત થયા છે. રણુજા દર્શને ગયેલા ખેરાલુના મલારપૂરા ગામના લોકોને અક્સ્માત નડ્યો હતો. રાજસ્થાનના બાડમેર હાઈવે પર કારનો અક્સ્માત થયો છે. અક્સ્માતમાં મલાલપુર ગામના ત્રણ યુવાનના મોત થયા છે.

સંદિપ ચોધરી,સૌરવ ચૌધરી અને વિશ્વાસ ચોધરી નામના યુવકો અકસ્માતમાં મોતને ભેટ્યા છે. અક્સ્માત એટલો ભયાનક હતો કે કારમાં ફસાયેલ લોકોને કારના પતરા કાપી બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે બે લોકો ઘાયલ થયા છે. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.

આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે, બન્ને કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ અકસ્માત બાદ અર્ટિગા કારમાં સવાર 5 પૈકી 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. મૃતકોની ઓળખ સંદીપ ચૌધરી, સૌરભ ચૌધરી અને વિશ્વાસ ચૌધરી તરીકે થઈ છે. જ્યારે ઈજાગ્રસ હિમાંશુ ચૌધરી અને ઉદય ચૌધરીને ગંભીર હાલતમાં બાડમેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા.

પ્રાથમિક તપાસમાં મૃતકો કૌટુબિંક ભાઈઓ હતા. જે પૈકી એકના લગ્ન એક મહિના અગાઉ જ થયા હતા. તમામ મૃતકોના મૃતદેહો વતન માલપુર પહોંચતા તેમના અંતિમ સંસ્કારમાં આખુ ગામ હિબકે ચડ્યું હતુ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments