Team Chabuk-Gujarat Desk: અમદાવાદનો એસજી હાઈવે અકસ્માતનો હોટ સ્પોટ બની ગયો છે. એસજી હાઈવે પર પુરપાટ ઝડપે ચાલી રહેલા વાહનો જોખમરૂપ બની રહ્યા છે. ત્યારે ગત મોડી રાત્રે એસજી હાઈવેના સોલા બ્રિજ પર કારચાલકે બાઈક પર જઈ રહેલા પતિ-પત્નીને અડફેટે લેતાં બન્નેના મોત નિપજ્યા છે. મળતી માહિતી પ્રમાણે પોતાના લગ્નને બે મહિના વિત્યા હોવાથી મેરેજ એનિવર્સરી ઉજવીને ઘરે જતી વખતે દંપતીને અકસ્માત નડ્યો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે કારની ટક્કર વાગતાં દંપતી ફંગોળાઈને બ્રિજની નીચે પડ્યું હતું.
આ ગંભીર અકસ્માતમાં પતિ-પત્નીના મોત નિપજ્યા છે. અકસ્માત બાદ કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. અકસ્માત સર્જનાર સફેર કલરની સ્વીફ્ટ કારનો નંબર જીજે-01-કેપી-9398 હોવાનું જાણવા મળ્યું છે. એસજી હાઇવે 1 પોલીસે આ મામલે ગુનો નોંધી કાર ચાલકનીની શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ચાંદખેડા વિસ્તારમાં રહેતા નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્ર દ્વારકેશ વાણિયા અને તેમનાં પત્ની જુલી ગઈકાલે મોડી રાતે એક્ટિવા લઈને અમદાવાદના એસજી હાઈવે પર સોલા ભાગવત વિદ્યાપીઠના બ્રિજ પરથી પસાર થતા હતા. એ સમયે પૂરઝડપે આવી રહેલી કારે તેઓના એક્ટિવાને અડફેટે લીધું હતું. કારની જોરદાર ટક્કર વાગતાં પતિ-પત્ની બ્રિજની નીચે પટકાયા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.
મહત્વનું છે કે, અકસ્માતમાં મૃત્યુ પામનાર દંપતીના લગ્ન બે મહિના પહેલાં જ થયા હતા. ગઈકાલે તેમના લગ્નને બે મહિના પૂરા થતાં હોય એનિવર્સરી ઉજવવા માટે બહાર ગયા હતા અને ત્યાંથી પરત ફરતી વખતે તેમના પર કાળ બનીને કાર ફરી વળી હતી. કારની ટક્કર એટલી જોરદાર હતી કે દંપતીને અડફેટે લીધા બાદ 100 મીટરના અંતરે તેઓ બ્રિજ પરથી નીચે પટકાયા હતા. જોકે અકસ્માત બાદ કારચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હોવાનું અને વેજલપુર વિસ્તારનો રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું હતું. હાલ પોલીસે કારના નંબરના આધારે ગુનો નોંધીને આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
