Team Chabuk-Gujarat Desk: રાજકોટની હોટેલમાં પ્રેમી પંખીડાઓએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. જેમાં યુવતીનું મોત થયું છે જ્યારે યુવકને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. મળતી વિગતો પ્રમાણે રાજકોટની હોટેલમાં યુવક-યુવતી રોકાયા હતા અને ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં કાલાવડની રહેવાસી યુવતી ધ્રુવા જોશીનું મોત નિપજ્યું છે જ્યારે ભુજના માધાપરના જેનિશ દેવાયતકા નામના યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે યુવક-યુવતી એકબીજાના પ્રેમમાં હોવાનું અનુમાન છે. ઝેરી દવા પીતા પહેલા યુવકે પોતાના પરિવારજનોને ફોન કર્યો હતો. જ્યારે યુવતીનો મૃતદેહ બેડ પર પડ્યો હતો અને ત્યાંથી લોહીના નિશાન પણ મળી આવ્યા છે. જેથી આ ઘટના હત્યા છે કે આત્મહત્યા તે અંગે પોલીસ પણ મુંઝવણમાં મૂકાઈ છે.
આ બનાવ રાજકોટ શહેરના કરણસિંહજી રોડ પર આવેલી હોટેલ નોવા બુટીકમાં બન્યો છે. હોટેલના રૂમ નંબર 301માં કાલાવડની યુવતી અને ભુજના યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં યુવતીનુ મોત નિપજ્યુ છે. હોટેલના રૂમમાંથી કાલાવડની 19 વર્ષીય ધ્રુવા જોશી નામની યુવતીની લાશ મળી આવી છે. ધ્રુવા જોશી અને કચ્છ ભુજના માધાપરનો જેનીશ દેવાયતકા નામના યુવકે સાથે મળીને હોટલના એક રૂમમાં ઝેરી દવા ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં યુવતીનું મોત થયું છે જ્યારે યુવકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો છે.
મોત વ્હાલું કરતા પહેલાં પ્રેમી જેનીશે પ્રેમિકા ધ્રુવા જોશીના પરિવારજનોને ફોન કરીને જણાવ્યું હતું કે, ‘ધ્રુવાએ ઝેરી દવા પી લીધી છે હું પણ પી લઉં છું.’ આ ઘટના બાદ હોટેલના સ્ટાફે પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. હોટેલના 301 નંબરના રૂમમાં ધ્રુવાની લાશ બેડ પર પડી હતી. સાથે જ બેડ પર લોહીના નિશાન હોવાથી પોલીસ પણ મૂંઝવણમાં મૂકાઈ હતી કે, આ હત્યા છે કે આત્મહત્યા. પ્રેમી પંખીડાએ આ પગલું શા માટે ભર્યું તે અંગેનું કારણ શોધવા પોલીસે એફએસએલની મદદ લીધી છે. હાલ આ મામલે એ- ડિવિઝન પોલીસ તપાસ કરી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
