Homeગામનાં ચોરેબિહારના ભાગલપુરમાં મોડી રાત્રે વિસ્ફોટ થતા ત્રણ માળનું મકાન ધરાશાયી, 10ના મોત

બિહારના ભાગલપુરમાં મોડી રાત્રે વિસ્ફોટ થતા ત્રણ માળનું મકાન ધરાશાયી, 10ના મોત

Team Chabuk-National Desk: બિહારના ભાગલપુરમાં ગુરૂવારે રાત્રે મોટી દુર્ઘટના ઘટી હતી. અહીંની એક ઈમારતમાં બ્લાસ્ટ થઈ ગયો હતો. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે ત્રણ માળનું મકાન કડડભૂસ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે. પાડોશીઓએ આરોપ લગાવ્યો હતો કે મકાનમાં બોમ્બ બનાવવાની કામગીરી ચાલી રહી હતી.

પોલીસ સ્ટેશનથી 100 મીટરના અંતરે

આ ઘટના બિહારના ભાગલપુરના કાજવલીચક વિસ્તારમાં આવેલા અનાથાશ્રમ પાસે બની હતી. જે બિલ્ડીંગમાં ધમાકો થયો તે પોલીસ સ્ટેશનથી 100 મીટરના અંતર પર જ આવેલું છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે બોમ્બ વિસ્ફોટના કારણે ધમાકો થયો છે. ધમાકો એટલો જબરદસ્ત હતો કે ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી.

અગાઉ પણ દુર્ઘટના ઘટી ચૂકી છે

એક સાથે 10 લોકોના મોત થતા કેટલાય સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે આ પહેલી વખત નથી. આ પહેલા પણ નવીન આતિશબાજીના કાજવલીચક સ્થિત ઘર પર બે વખત વિસ્ફોટ થઈ ચૂક્યો છે. 2002માં પણ ધડાકાના કારણે ચાર લોકોએ જીવ ગુમાવ્યા હતા. ચાર વર્ષ પહેલા પણ થયેલા વિસ્ફોટમાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જોકે આમ છતાં બારુદ બનાવવાની કામગીરી ચાલતી જ રહી હોવાનું લોકો કહી રહ્યા છે.

કોણે શું કહ્યું?

આ દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા છે જ્યારે અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે. ભાગલપુર ડીઆઈજી સુજીત કુમારે ઘટના સંદર્ભે કહ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં બારુદ, ફટાકડા અને દેશી બોમ્બ દ્વારા ધડાકો થયો હોય તેવી માહિતી મળી છે. એફએસએલની ટીમ પૂરતી તપાસ કરશે એ પછી ધડાકાનું મુખ્ય કારણ સામે આવશે. બીજી તરફ ભાગલપુરના પૂર્વ ડેપ્યુટી મેયર પ્રતિ શેખરે કહ્યું હતું કે, ભાગલપુરમાં દિવસે ને દિવસે વિસ્ફોટની ઘટના વધતી જઈ રહી છે. ઘટનાસ્થળ પર પોલીસ અને એફએસએલની ટીમ પહોંચી ચૂકી છે અને તપાસમાં લાગી છે.

વીજળીનો પ્રવાહ ઠપ્પ

વિસ્ફોટ બાદ ઉર્દુ બજાર, રામ સા રિકાબગંજ અને વિક્રમશિલા કોલોની સહિતના આસપાસના વિસ્તારો અંધારામાં ગરકાવ થઈ ગયા છે. ઘરની આસપાસના તાર અને વીજળીના થાંભલા ધરાશાયી થઈ જવાના કારણે વીજળીનો પ્રવાહ ઠપ્પ થઈ ગયો છે. જ્યારે વિસ્ફોટ થયો ત્યારે આસપાસના લોકોએ અનુમાન વ્યક્ત કર્યું હતું કે નક્કી ભૂકંપ આવ્યો છે. કાન ફાડી નાખતો અવાજ સાંભળી સૌ બહાર નીકળ્યા હતા. તેઓ જ્યારે ઘરની બહાર નીકળ્યા તો દૃશ્ય કંઈક અલગ જ હતું.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments