Homeદે ઘુમા કેકોહલી માટે 100મી ટેસ્ટમાં 100 રન કરવા સરળ કેમ છે?

કોહલી માટે 100મી ટેસ્ટમાં 100 રન કરવા સરળ કેમ છે?

Team Chabuk-Sports Desk: મોહાલીના મેદાન પર 27 વર્ષથી અજય એવી ભારતીય ટીમ આ કિર્તીમાનને બરકરાર રાખવા માટે મેદાનમાં ઉતરશે. આજની ટેસ્ટ ભારતીય ટીમ સિવાય પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી માટે પણ મહત્વની છે. વિરાટ આજે 100મી ટેસ્ટ મેચ રમશે. 11 વર્ષની કારકિર્દીમાં વિરાટ કોહલી કુલ 99 ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે અને 27 સેન્ચુરી ફટકારી છે. જેમાં સાત ડબલ સેન્ચુરીનો પણ સમાવેશ થાય છે. તેની ટેસ્ટ એવરેજ 50.39ની છે. વિરાટ કોહલીએ 7962 રન કર્યાં છે. વિરાટની 100મી ટેસ્ટ મેચ હોવાથી પચાસ ટકા દર્શકોને સ્ટેડિયમમાં મેચનો લુત્ફ ઉઠાવવાની પરવાનગી આપવામાં આવી છે.

કોહલી માટે 100 ફટકારવા મુશ્કેલ નથી

કોહલી પણ આજના દિવસને યાદગાર બનાવવાની સંપૂર્ણ કોશિશ કરશે. 100મી ટેસ્ટમાં 100 રન ફટકારી તે નવેમ્બર 2019થી ચાલ્યા આવતા સદીના દુકાળને નાથવા માટે મેદાનમાં ઉતરશે. નવેમ્બર 2019માં કોલકાતા ખાતે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચમાં કોહલીએ અંતિમ સેન્ચુરી ફટકારી હતી. એવામાં આશા રાખીએ કે શ્રીલંકાના બિનઅનુભવી બોલર્સની સામે અનુભવી કોહલીને કોઈ સમસ્યા નહીં નડે. કોહલીનો સામનો સુરંગા લકમલ, લાહિરુ કુમારા અને લેસિથ એમ્બુડેનિયા જેવા બોલર સામે છે. ઘર આંગણે શ્રીલંકાના આક્રમણ સામે કોહલી ટકી જશે તો તેની 100મી ટેસ્ટ યાદગાર બની જશે.

વિરાટ પુજારાને પાછળ છોડશે

મોહાલીની પીચમાં વર્તમાન સમયે ખેલાડી તરીકે સર્વાધિક રન કરવાનો કિર્તીમાન ચેતેશ્વર પુજારાનો છે. જે આ ટેસ્ટ શ્રેણીમાં નથી. પુજારાએ 3 ટેસ્ટ મેચમાં 213 રન કર્યાં છે. તેના પછી વિરાટ કોહલીએ 3 ટેસ્ટમાં 199 રન ફટકાર્યા છે. એટલે કે આજે વિરાટ પુજારાનો રેકોર્ડ તોડી વર્તમાન સમયે સર્વાધિક રન કરનારો બેટ્સમેન બની જશે. ત્રીજા પાયદાન પર રવીન્દ્ર જાડેજા છે. જેણે 3 ટેસ્ટમાં 153 રન કર્યાં છે.

રોહિતની સુકાની તરીકે પ્રથમ ટેસ્ટ

આ ટેસ્ટથી ભારતીય ટીમના વનડે અને ટી ટ્વેન્ટીના સુકાની રોહિત શર્મા નવી ઈનિંગની શરૂઆત કરવા જઈ રહ્યો છે. સુકાની તરીકે આ તેની પ્રથમ ટેસ્ટ મેચ છે. દક્ષિણ આફ્રિકાના પ્રવાસ બાદ વિરાટ કોહલીએ સુકાનીપદેથી રાજીનામું આપી દીધું હતું. ટી ટ્વેન્ટી અને વનડેમાં ઘર આંગણે સુકાની તરીકે શ્રેષ્ઠતમ્ શરૂઆત કરનારા રોહિત શર્માની ટેસ્ટ ઈનિંગ કેવી રહે છે.

રોહિત સુકાની ક્યાં સુધી?

રોહિત શર્માની આગેવાનીમાં ટ્વેન્ટીમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડનો 3-0થી, વેસ્ટ ઈન્ડિઝનો ટી ટ્વેન્ટીમાં 3-0થી અને શ્રીલંકાનો ટી ટ્વેન્ટીમાં 3-0થી વ્હાઈવોશ કર્યો છે. રોહિતની હાલ વય 34 વર્ષની છે અને એ માનવામાં જરાં પણ અતિશ્યોક્તિ નથી કે તે લાંબા સમય સુધી ભારતીય ટીમનું સુકાનીપદ નહીં સંભાળે. એવામાં ભારતીય ટીમ પરિવર્તનના સમયમાંથી પસાર થઈ રહી છે. ટેસ્ટમાં અનુભવી અને ફોર્મ સામે ઝઝૂમી રહેલા પુજારા, રહાણે અને ઈશાંતને બારણું બતાવી દેવામાં આવ્યું છે. રોહિત શર્મા સુકાની તરીકે ઉમદા કાર્ય કરી રહ્યો છે પણ તેના બેટમાંથી પણ રન નથી બની રહ્યા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments