Team Chabuk-Gujarat Desk: વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ગઈકાલે કરાયેલી ધરપકડ બાદ આજ રોજ તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા પાછળના દરવાજેથી યુવરાજસિંહ જાડેજાને કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા. મહત્વની વાત એ છે કે પોલીસે યુવરાજસિંહના રિમાન્ડ માંગ્યા ન હતા. જેથી કોર્ટે યુવરાજસિંહને સેન્ટ્રલ જેલ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો છે.
યુવરાજસિંહ જાડેજાની ધરપકડ મુદ્દે આજે રેન્જ આઈજી અભય ચુડાસમાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, વિધાર્થીઓના પ્રશ્ન માટે આંદોલન કરનારા યુવરાજસિંહની ગઈકાલે ધરપકડ કરાઈ છે. વિદ્યાસહાયકો સાથે યુવરાજસિંહ પોલીસ હેડક્વાર્ટર પર આવ્યા હતા. યુવરાજસિંહ કાર ચડાવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેથી તેઓની સામે કલમ 307 હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે યુવરાજસિંહને સ્પોર્ટ કર્યો છે. પરંતુ પોલીસ પર કાર ચડાવીને ભાગવાનો પ્રયાસ કર્યો તે અયોગ્ય છે. યુવરાજસિંહ પોતાની કારમાં કેમેરા લગાવે છે જેનું રેકોર્ડીંગ કરવામાં આવે છે.

યુવરાજસિંહના પોતાના કારના કેમેરામાં જ પોલીસ પર કાર ચડાવીનું રેકોર્ડીંગ થયેલ છે. વીડિયો રેકોર્ડીંગ એફએસલમાં મોકલવામા આવશે. યુવરાજસિંહને મુક્ત કરવા માટે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ ચાલે છે.
ગાંધીનગરના એસપી મયુર ચાવડાએ કહ્યું હતું કે, સચિવાલય ગેટ પર વિદ્યાસહાયક ઉમેદવારો વિરોધ કરતા હતા. તેમને સમજાવી ડિટેઈન કરી એસપી કચેરી લવાયા. યુવરાજસિંહ અને દિપક ઝાલા બંને તેમની સાથે સચિવાલયથી એસપી કચેરી આવ્યા હતા. પોલીસ સાથે ઘર્ષણ કરી ધક્કા મારી નિકળવાનો પ્રયત્ન કર્યો હતો. યુવરાજસિંહ ભાગવા જાય છે અને તે ગાડી લઈને નિકળવાનો પ્રયાસ કરે છે. પોલીસને ધસડી તે ગાડી લઇ જાય છે. એના કારણે તેના પર ફરિયાદ કરાઈ છે. જ્યારે પણ યુવરાજસિંહ અહિયા આવ્યો ત્યારે તેની વાત સાંભળી તેની વાતનુ નિરાકરણ લાવ્યા છીએ. આ વખતે તેણે પોલીસ પર હુમલો કર્યો છે. 322 અને 307 ની કલમ આધારે ગુનો નોધાશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત