Homeગુર્જર નગરીગોરખનાથ મંદિર બહાર પોલીસ જવાનો પર હુમલો કરનારા અહેમદનું જામનગર કનેક્શન નીકળ્યું,...

ગોરખનાથ મંદિર બહાર પોલીસ જવાનો પર હુમલો કરનારા અહેમદનું જામનગર કનેક્શન નીકળ્યું, IBના અધિકારીઓ દોડતા થયા

Team Chabuk-Gujarat Desk: ઉત્તરપ્રદેશમાં ગોરખનાથ મંદિર બહાર પોલીસ જવાનો પર હુમલો કરનારા શખ્સનું જામનગર કનેક્શન સામે આવ્યુ છે. તપાસમાં સામે આવ્યું છે કે, થોડા સમય માટે અહેમદ મુર્તઝાના પિતા ખાનગી કંપનીમાં લો-ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે મુર્તઝા પણ ખાનગી કંપનીમાં જોડાયો હતો જો કે, તેને અનફિટ જાહેર કરાયો હતો. જે-તે સમયે મુર્તઝાની ટૂંકી સારવાર જામનગરમાં થઈ હોવાનું પણ બહાર આવ્યું છે.

મળતી માહિતી મુજબ અહેમદ મુર્તઝાના પિતા મુનીર અબ્બાસી 4 વર્ષ જેટલો સમયગાળો જામનગરમાં એક ખાનગી કંપનીમાં લો-ઓફિસર તરીકે ઉચ્ચ હોદ્દા પર કાર્યરત હતા. જ્યારે મુર્તઝાને ત્યારે ખાનગી કંપનીમાં નોકરી મળી ગઈ હતી પરંતુ તે નોકરી પર જતો નહોતો અને ઘરે રૂમમાં બેસી રહેતો હતો. જેથી રાજીનામું લઈ લેવાયું હતું. બીજી નોકરીમાં તેને અનફિટ જાહેર કરાયો હતો.

shreeji dhosa

ગોરખપુર મંદિરના હુમલાખોરનું જામનગરનું કનેક્શન ખૂલતાં સ્થાનિક પોલીસની સાથોસાથ આઇબી સહિતની સરકારી એજન્સીઓ પણ ચોંકી હતી અને સંબંધિત કંપની સહિતનાં સ્થળોએ તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. આગામી સમયમાં આ અંગે ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.

shreeji dhosa

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ અહેમદ મુર્તઝા હથિયાર લઈને ગોરખપુરના ગોરખનાથ મંદિર બહાર જોવા મળ્યો હતો. તેણે સુરક્ષામાં તૈનાત પોલીસ જવાનો પર અલ્લાહ હૂ અકબરના નારા લગાવી હુમલો પણ કરી દીધો હતો. બીજી તરફ દહેશત મચાવનારા અહેમદ મુર્તઝાને ટોળાએ ઝડપી લીધો હતો અને માર માર્યો હતો. જેમાં તે ઈજાગ્રસ્ત થયો હતો. જો કે, હાજર પોલીસકર્મીઓએ તેને છોડાવ્યો હતો અને પોલીસની કસ્ટડીમાં લીધો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments