Homeગુર્જર નગરીદીકરીને માતાએ પ્રેમીની હવસનો શિકાર બનાવી, કોર્ટે ફટકારી આજીવન કેદ, જાણો વધુ...

દીકરીને માતાએ પ્રેમીની હવસનો શિકાર બનાવી, કોર્ટે ફટકારી આજીવન કેદ, જાણો વધુ વિગતો

Team Chabuk-Gujarat Desk: અંકલેશ્વરમાં સગી પુત્રીને પ્રેમીની હવસનો શિકાર બનાવવા મજબુર કરેલી માતા અને તેના પ્રેમીને અંકલેશ્વર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. પુત્રી આ દુનિયામાં હયાત નહિ હોવા છતાંય જજ દ્વારા કરાયેલી સજાથી તેના પિતાની આંખો ભરાઈ આવી હતી.

અંકલેશ્વરમાં વર્ષ 2017માં માતા દ્વારા જ પોતાની પુત્રીને હવસખોર પ્રેમીના હવાલે કરવાના કિસ્સામાં આખરે સ્વર્ગથ પુત્રી અને તેના પિતાને ન્યાય મળ્યો છે. પલસાણા ખાતે પતિ સાથે રહેતી મહિલાને બે સંતાન હતાં. જોકે મહિલાને તેના પતિ જોડે આર્થિક પરિસ્થિતિના કારણે ઝઘડાઓ થતાં હોવાના કારણે બંને 2015 માં રાજીખુશીથી છૂટાછેડા લઈ લીધા હતાં. તે સમયમાં મહિલાને એક વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ બંધાયા બાદ તેઓ લગ્ન વગર અંકલેશ્વર ONGC કોલોનીમાં પોતાના સંતાન સાથે રહેવા લાગ્યા હતાં.

આ દરમિયાન એક રાત્રિના માતા સાથે સુતેલી સગીર પુત્રી સાથે માતા પ્રેમી જીતેન્દ્ર પટેલે અડપલાં કરવાની શરૂઆત કરી હતી. તે સમયે જાગી ગયેલી સગીરાએ તેનો વિરોધ કરીને સમગ્ર ઘટના તેની માતાને જણાવી હતી. પરંતુ પ્રેમમાં આંધળી બનેલી માતાએ પ્રેમીને ઠપકો આપવાના બદલે તારું શુ લૂંટાઈ જશે એ જે કરવા ઈચ્છે છે તે કરવા દેને એમ પણ આપણે તેના ઘરમાં રહીએ છે. જેથી હવસ ખોર પ્રેમીની હિંમત વધી જતાં પ્રેમી સગીરા જોડે દુષ્કર્મ આચરવાની શરૂઆત કરી હતી. માતાના પ્રેમીની વારંવારની યાતનાઓ વેઠીને ત્રાસી ગયેલી સગીરા સમય જોઈને પિતાની શોધમાં પલસાણા જતી રહી હતી. જ્યાં પિતા પાસે પહોંચ્યા બાદ સુનમુન બેસી રહેતી પુત્રીનો પિતાએ વિશ્વાસ જીતીને શુ બન્યું હોવાનું પૂછતા પુત્રી તૂટી પડતાં સમગ્ર ઘટનાની જાણ પિતાને કરતા તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.

પિતાએ સગીર પુત્રી જોડે અંકલેશ્વર શહેર પોલીસ મથકે પહોંચી ગત 30 મી જાન્યુઆરી 2017 માં માતા અને તેના પ્રેમી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોક્સો એક્ટ તેમજ આઈ.પી.સી 376 હેઠળ ગુનો નોંધી તપાસ શરુ કરી સાંયોગિક પુરાવા એકત્ર કરી કોર્ટમાં રજૂ કર્યા હતા.

આ ગુનામાં 6 વર્ષ બાદ અંતે અંકલેશ્વર કોર્ટનો ચુકાદો સંભળાવ્યો હતો. જેમાં સરકારી વકીલ જીગર પંચાલની દલીલો અને સાંયોગિક પુરાવાને ગ્રાહ્ય રાખી જજ દ્વારા સમાજને દાખલ રૂપ માતા અને તેના પ્રેમીને આજીવન કેદની સજા ફટકારી હતી. જોકે અત્રે ઉલ્લેખનીય છે કે, આ સગીર પુત્રીએ કોઈ અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો. જ્યારે કોર્ટે આ હુકમ સંભળાવ્યો ત્યારે આ સમયે કોર્ટમાં હાજર પુત્રીના પિતાની આંખો ભરાઈ આવી હતી.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments