Homeગુર્જર નગરીલગ્નની કંકોત્રી આપવા નીકળેલા યુવકને ટ્રકે અડફેટે લેતા મોત, જાનની જગ્યાએ ઘરેથી...

લગ્નની કંકોત્રી આપવા નીકળેલા યુવકને ટ્રકે અડફેટે લેતા મોત, જાનની જગ્યાએ ઘરેથી અંતિમયાત્રા નીકળી

Team Chabuk-Gujarat Desk: સુરતમાં ગમખ્વાર અક્માતમાં એક યુવકનું મોત થયું છે. મૃતક યુવકના ચાર દિવસ બાદ જ લગ્ન હતા. લગ્ન પહેલાં યુવકનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
પરવટ પાટિયા ફ્લાય ઓવરબ્રિજ પર સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં પોતાના લગ્નની કંકોત્રી વહેચવા નીકળેલા 26 વર્ષીય યુવકને કાળમુખો ટ્રક ભરખી ગયો હતો. અન્ય બનાવમાં અમરોલીમાં સાયકલ સવાર યુવકને ટ્રકે અડફેટે લેતા મોત થયું હતું.

ગોડાદરા લક્ષ્મીપાર્ક સોસાયટીમાં રહેતો 26 વર્ષીય જીતેન્દ્રદાન ચારણના 4 દિવસ બાદ 22મી ફેબ્રુઆરીએ લગ્ન થવાના હતા. શુક્રવારે જીતેન્દ્રદાન સંબંધીઓને લગ્નની કંકોત્રી આપવા નીકળ્યો હતો ત્યારે પરવત પાટીયા ફ્લાય ઓવરબ્રિજ પર સિમેન્ટ ભરેલા ટ્રકે અડફેટે લીધો હતો. જીતેન્દ્રને તાત્કાલિક સ્મીમેર લઇ જવાયો હતો. જ્યાં જીતેન્દ્રનો એક પગ કાપવો પડ્યો હતો. જોકે ઓપરેશન બાદ પણ તબીબ તેને બચાવી શક્યા ન હતા અને ટુંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું.

આ અંગે પુણા પોલીસે અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અન્ય બનાવમાં અમરોલી રાધિકા સોસાયટી ખાતે રહેતો 30 વર્ષીય સીયારામ વડકું કરચય ઘરે જઇ રહ્યો હતો ત્યારે બેફામ ટ્રકે તેને અડફેટમાં લઈ લીધો હતો. જેથી તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તબિયત સુધરતા મોડી રાત્રે તે ઘરે જતો રહ્યો હતો ત્યારબાદ અચાનક છાતીમાં દુઃખાવો થતા તેને ફરીથી સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ટુંકી સારવાર બાદ શનિવારે બપોરે તેનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે અમરોલી પોલીસ અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments