Team Chabuk-Gujarat Desk: મોરબીમાં નવરાત્રિમાં મોડી રાત્રે હત્યાનો બનાવ બન્યો છે. મોરબી શહેરમાં રાત્રે બાર વાગ્યાની આસપાસ લીલાપર રોડ પર આવેલી હોથીપીરની દરગાહ પાસે રહેતા એક 25 વર્ષના યુવાનની કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. મૃતક યુવાનનું નામ ઈમરાનશા શાહમદાર વાળા હોવાનું જાણવા મળ્યું છે અને તે રીક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે ઈમરાનશા વાળાની હત્યા તેના જ કાકાના દીકરા સર્ફરાજ ફિરોઝશા શાહમદાર વાળાએ કરી છે. મકરાણી વાસ રોહીલા પીરની દરગાહ પાસે રહેતા સર્ફરાજ વાળાએ અચાનક આવીને ઈમરાનશા વાળાને પેટના ભાગે છરીના ઘા માર્યા હતા.
હુમલામાં ઘવાયેલા ઈમરાનશા વાળાને તાત્કાલિક 108 મારફતે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. વધુ લોહી વહી જવાના કારણે યુવાનને રાજકોટ ટ્રાન્સફર કરવાની તૈયારી કરવામાં આવી રહી હતી તે દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આમ હુમલાની ઘટના હત્યામાં પરિણમી છે. આ ઘટનાની જાણ થતાં જ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ, એલસીબી, ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આ અંગે તપાસ શરૂ કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમમાં મોકલીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
મૃતક ઈમરાનશા વાળાના પરિવારના જણાવ્યા અનુસાર આરોપી સર્ફરાજની શોધખોળ કરતાં તે પોલીસના હાથવેંતમાં આવી ગયો હોવાનું જાણવા મળ્યું છે. જો કે મૃતકના પરિવારને ખ્યાલ નથી કે આ સર્ફરાજે આ હત્યા કેમ કરી. કૌટુંબિક ભાઈએ જ ઈમરાનશાની હત્યા કરી હોવાની વાતથી પરિવારજનો પણ ચોંકી ગયા છે. કેમ કે બન્ને પિતરાઈ ભાઈઓ છે ત્યારે આ વાત તેમને ગળે ઉતારવી અઘરી છે. બન્ને વચ્ચે ક્યાં કારણોસર આ ખૂની ખેલ ખેલાયો તે અંગે પરિવાર પણ અજાણ છે.
ત્યારે આગામી સમયમાં એ ડિવિઝન પોલીસને પણ ગણતરીના કલાકોમાં જ આરોપીનું પગેરું મેળવવામાં સફળતા મળતા આ હત્યા પ્રેમ પ્રકરણમાં થઈ હોવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. હાલ એ ડિવિઝન પીઆઈ જે.એમ.આલ સહિતનાની ટીમે તપાસ હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત