Team Chabuk-National-Desk: હરિયાણાના મિતાથલમાં કેટલાક લોકોએ કૃષિ મંત્રીના ગામ ઘુસકાનીના રહેવાસી એક દિવ્યાંગ યુવકને પગરખાની હારમાળા પહેરાવી, મોઢું કાળું કરી, જુલુસ કાઢ્યું હતું. સોશિયલ મીડિયા પર આ યુવકનો વીડિયો વાઈરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી હતી અને કાર્યવાહી કરી હતી. આ સમગ્ર ઘટના ગત મહિનાની 20 સપ્ટેમ્બરની છે. પોલીસે કાર્યવાહીમાં 12 લોકોની ધરપકડ કરી છે.

18 સપ્ટેમ્બરના રોજ ઘુસકાની ગામના રહેવાસી દિવ્યાંગ યુવક પર મિતાથલ ગામની મહિલાઓની છેડતીનો આરોપ લગાવવામાં આવ્યો હતો. મિતાથલ ગામના રહેવાસી કેટલાક યુવકો દિવ્યાંગ યુવકના ગામ ઘુસકાની ગયા હતા જ્યાં યુવકને અપશબ્દો કહ્યા હતા. 19 સપ્ટેમ્બરના રોજ મંદબુદ્ધિના યુવકના પરિવારજનો મિતાથલ ગામ ગયા અને ત્યાં માફી માગી. જોકે માફીથી યુવકોને સંતોષ નહોતો.

મિતાથલ ગામના કેટલાય નબીરાઓ ઘુસકાની ગામ પહોંચ્યા હતા અને યુવકને જબરદસ્તી મિતાથલ લઈ ગયા હતા. જ્યાં તેમણે મંદબુદ્ધિના યુવકનું મોઢું કાળું કર્યું હતું. તેના ગળામાં પગરખાની હારમાળા પહેરાવી હતી. તેનો શર્ટ અડધો નીકળી ગયેલો દેખાતો હતો. એવામાં ગુરૂવારના રોજ કોઈ યુવકે ફેસબુક પર ફોટોગ્રાફ અપલોડ કરી દીધો હતો.

ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર આવતા પોલીસ સતર્ક થઈ હતી અને મિતાથલ પહોંચી હતી. પોલીસ આવી હોવાની જાણકારી મળતા ભયભીત યુવકે ફેસબુક પરથી પોસ્ટ ડિલીટ કરી નાખી હતી. એવામાં ઘુસકાનીના સરપંચના પ્રતિનિધિ રાજુએ કહ્યું હતું કે, જે પણ લોકો સામેલ છે, તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરવી જોઈએ. પંચાયતને આ સમગ્ર ઘટનામાં કંઈ લેવા દેવા નથી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત