Homeગુર્જર નગરીવલસાડ: ‘તું મને ખુશ રાખ હું તને ખુશ રાખીશ.’ પુરુષ હોમગાર્ડે મહિલા...

વલસાડ: ‘તું મને ખુશ રાખ હું તને ખુશ રાખીશ.’ પુરુષ હોમગાર્ડે મહિલા હોમગાર્ડને ફોન કરી બિભત્સ માગણી કરી

Team Chabuk-Gujarat Desk: વલસાડમાં 12 મિનિટની એક કથિત ઓડિયોક્લીપ વાઈરલ થઈ છે. જેમાં હોમગાર્ડ કમાન્ડન્ટ મહિલા હોમગાર્ડની પાસે અભદ્ર માગણી કરતો હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બન્યા બાદ મહિલા હોમગાર્ડ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધાર પર કાર્યવાહી કરતા પોલીસે પુરુષ હોમગાર્ડની ધરપકડ કરી લીધી છે અને આગળની તપાસ ચાલુ છે. ઓડિયો વાઈરલ થયા બાદ પુરુષ હોમગાર્ડ કમાન્ડન્ટને સેવા પરથી તાત્કાલિક અસર હેઠળ નિલંબિત કરી દેવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી શરુ કરી છે.

advertisement-1

સમગ્ર ઘટના વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં ફરજ બજાવતા પુરુષ હોમગાર્ડ અને મહિલા હોમગાર્ડ વચ્ચે બની છે. જિલ્લાની શાંતિમાં વિક્ષેપ પાડતી આ ઓડિયો ક્લિપે ઠેર ઠેર ચર્ચા જગાવી છે. સાજન ગાવિત નામના આ હોમગાર્ડ અને મહિલા કર્મચારીની કથિત ઓડિયો ક્લિપ વાઈરલ થયા બાદ ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઓડિયો ક્લિપમાં પુરુષ હોમગાર્ડ મહિલાને બહાર ફરવા જવાનું કહી રહ્યો છે. જેમાં એક વાક્યએ ઉહાપોહ મચાવ્યો છે, ‘તું મને ખુશ રાખ હું તને ખુશ રાખીશ.’ ઓડિયોક્લિપમાં હોમગાર્ડ મહિલા હોમગાર્ડને કહી રહ્યો છે કે, ‘મહિનામાં એક બે વખત ફરવા માટે જઈશું, મોજ મજા કરી પાછા આવી જઈશું.’

advertisement-1

પુરુષ હોમગાર્ડની આ બિભત્સ માગણી પોલીસ સુધી પહોંચી ગઈ હતી અને તેને ધરપકડ કરી, તાત્કાલિક અસરથી નિલંબિત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહિલા હોમગાર્ડનું કહેવું છે કે, તેણી પ્રથમ નથી, આ પહેલા પણ ઘણી મહિલા હોમગાર્ડને ફોન કરી તે પોતાનું પોત પ્રકાશિ ચૂક્યો છે. અંતે આ મહિલા હોમગાર્ડે હિંમત દાખવતા પુરુષ હોમગાર્ડની અશ્લીલતાનો ગઢ તૂટી પડ્યો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments