Team Chabuk-Tech Desk: સ્માર્ટફોન પાછળ લોક અઢળક રૂપિયા ખર્ચી રહ્યા છે. ઓપ્પોએ એક ફોન લોન્ચ કરીને માત્ર 3 દિવસમાં જ 2300 કરોડના ફોન વેચી નાખ્યા. હવે એક બીજી કંપનીના ફોને પણ બજારમાં ધૂમ મચાવીને રાખી દીધી છે. પોકો કંપનીના એમ સિરીઝના ફોન POCO M3ને ભારતમાં સારી એવી લોકપ્રિયતા મળી રહી છે. ગ્રાહકો આ ફોન ખરીદવા પડાપડી કરી રહ્યા છે. POCO M3ને ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો અને 9 ફેબ્રુઆરીએ POCO M3ની પ્રથમ સેલ હતી.
પ્રથમ સેલમાં જ POCO M3ના દોઢ લાખ ફોન વેચાઈ ગયા હતા. હવે કંપનીએ દાવો કર્યો છે કે માત્ર 45 દિવસમાં જ POCO M3ના આશરે પાંચ લાખ ફોન વેચાઈ ચુક્યા છે. POCO M3ને ભારતીય બજારમાં મોટી ડિસ્પ્લે, ટ્રિપલ રીઅર કેમેરા અને 6 હજાર mAh બેટરી સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો. એવું તો બીજું શું ખાસ છે આ ફોનમાં કે માત્ર 45 દિવસમાં 5 લાખ ફોન વેચાઈ ગયા, આવો જાણીએ.
પહેલાં કિમત પર નજર
POCO M3 સ્માર્ટફોનની ભારતીય બજારમાં શરૂઆતની કિમત 10,999 રૂપિયા છે. આ કિમતમાં કંપની 6જીબી રેમની સાથે 64જીબી સ્ટોરેજ આપી રહી છે. જ્યારે 6જીબી રેમ અન 128જીબી સ્ટોરેજ ધરાવતા ફોનની કિંમત 11,999 રૂપિયા રાખવામાં આવી છે. જો તમે આઈસીઆઈસીઆઈ બેંકના કાર્ડથી રૂપિયા ચુકવશો અથવા તો હપ્તાથી ફોનની ખરીદી કરશો તો કિમત પર 1 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. POCO M3 કૂલ બ્લૂ, યેલ્લો અને પાવર બ્લેક કલર વેરિયન્ટમાં ઉપલબ્ધ છે.
સ્પેસિફિકેશન
POCO M3 સ્માર્ટફોન ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે. આ ફોનમાં એન્ડ્રોઈડ 10 આધારિત MIUI 12 મળશે. આ ઉપરાંત ફોનમાં 6.53 ઇંચની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનું રિઝોલ્યૂશન 1080*2340 પિક્સલ છે. ડિસ્પ્લે ઉપર ગોરિલ્લા ગ્લાસ લગાવવામાં આવેલો છે. ફોનમાં સ્નેપડ્રેગન 662 પ્રોસેસર, 6જીબી રેમ અને 64/128જીબી સુધીની સ્ટોરેજ ઉપલબ્ધ છે.
POCO M3નો કેમેરો
POCO M3 ફોનના કેમેરાની વાત કરીએ તો ટ્રિપલ રીઅર કેમેરાનું સેટઅપ છે. જેમાં મેઈન લેન્સ 48 મેગાપિક્સલનો છે. બીજો લેન્સ 2 મેગાપિક્સલનો મેક્રો છે જ્યારે ત્રીજો લેન્સ પણ 2 મેગાપિક્સલનો છે જે ડેફ્થ સેન્સર છે. આ ફોનનો સેલ્ફી કેમેરો 8 મેગાપિક્સલનો આપવામાં આવ્યો છે.
બેટરી
POCO M3 ફોનમાં કનેક્ટિવિટી માટે 4G LTE, Wi-Fi, બ્લૂટૂથ, GPS/A-GPS, યુએસબી ટાઈપ-સી અને 3.5 એમએમ હેડફોન જેક આપવામાં આવ્યો છે. ફોનના પાવર બટન ફિંગરપ્રિંટ સેંસર આપવામાં આવ્યું છે. ફોનની બેટરીની ક્ષમતા 6000 mAh છે જે 18 વોટ ફાસ્ટ ચાર્જિંગ સાથે આપવામાં આવી છે. ફોનનું વજન 198 ગ્રામ છે. ફોનમાં સ્ટીરિયો સ્પીકર પણ ઉપલબ્ધ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત