Homeગુર્જર નગરીજેતપુરઃ પ્રેમગઢ ગામની પહેલ, વાંચીને તમે પણ કહેશો ગામ હોય તો આવું

જેતપુરઃ પ્રેમગઢ ગામની પહેલ, વાંચીને તમે પણ કહેશો ગામ હોય તો આવું

Team Chabuk-Gujarat Desk: રાજકોટ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. હોસ્પિટલમાં કોરોનાના દર્દી માટે જગ્યા મળવી ખુબ મુશ્કેલ બન્યું છે. મોટા ભાગના દર્દીને ઓક્સિજનની જરૂર પડી રહી છે. બીજી લહેરમાં ગ્રામ્ય વિસ્તારમાં પોઝિટિવ કેસનો આંકડો પણ ડરાવે તેવો છે. ત્યારે કેટલાક ગામડાઓ કોરોના સામે લડવા માટે આત્મનિર્ભર બની ગયા છે અને કોરોનાને હરાવવા કમર કસી છે.

ગ્રામ્ય વિસ્તારના લોકોને શહેરની હોસ્પિટલમાં સારવાર મળવી વધુ મુશ્કેલ બન્યું છે. કારણ કે, એક તો લાંબુ અંતર કાપીને મોટી હોસ્પિટલમાં દાખલ થવું અને ત્યાં પણ ઓક્સિજનની રાહે એક-એક શ્વાસ માટે લડવું પડી રહ્યું છે. ત્યારે જેતપુર તાલુકાના પ્રેમગઢ ગામના લોકો અને ગ્રામપંચાયતે એવું કામ કર્યું છે જેનાથી અન્ય ગામડાઓને પણ પ્રેરણા લેવાની જરૂર છે.

પ્રેમગઢ ગ્રામ પંચાયતે એક સરાહનીય પગલું ભર્યું છે. પંચાયતે સરકારના ભરોસે ન રહી પોતે જ ગામની શાળામાં કોવિડ કેર સેન્ટર શરૂ કરાવ્યું છે. અહીં 10 બેડના કોવિડ કેર સેન્ટરમાં દર્દી માટે ઓક્સિજન સાથેના બેડ અને જરૂરી દવા સાથે જમવા અને નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે જે કોરોનાના દર્દી છે તેને ડોકટરનું માર્ગદર્શન મળી રહે તે પણ વ્યવસ્થા કરાઈ છે.

અહીં MD ડોકટર સવાર અને સાંજ ખાસ વિઝીટ માટે આવી રહ્યા છે. દર્દીઓને જરૂરી તમામ સારવાર સ્કૂલમાં જ આપવામાં રહી છે. ગામમાં કોઈને જો ઈમરજન્સી ઓક્સિજનની જરૂર પડે તો પણ હવે ગામ લોકોને ડરવાની જરૂર નથી.

ગ્રામ પંચાયતે ઉભા કરેલા આ કોવિડ કેર સેન્ટરમાં હાલ 10 વ્યક્તિઓ 24 કલાક સેવા આપી રહ્યો છે. સેવા આપનારા આ 10 વ્યક્તિ કોરોના દર્દીને કોઈ તકલીફ ન પડે તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. માત્ર પ્રેમગઢ જ નહીં આ કોવિડ સેન્ટર પ્રાથમિક સારવાર અને ડોક્ટરના માર્ગદર્શન માટે આજુબાજુના ગામડાઓના લોકો માટે પણ આશીર્વાદ સમાન બન્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments