Team Chabuk-Sports Desk: સૌરાષ્ટ્રના ક્રિકેટ પ્રેમી જનતા માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ માટે બીસીસીઆઇએ મંજૂરી આપી છે. બીસીસીઆઈના કાર્યકારી સીઈઓ હેમાંગ અમીને મેઈલ કરી મંજૂરી આપી છે. જેથી જૂન મહિનાના પહેલાં અઠવાડિયામાં અથવા સપ્ટેમ્બર મહિનામાં લીગની શરૂઆત થઈ શકે છે.
શરૂ કરાઈ તૈયારી
આ માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડન્ટ જયદેવ શાહે આ અંગે કહ્યું હતું કે, ટુર્નામેન્ટ જૂન અથવા તો સપ્ટેમ્બરમાં રમાડવામાં આવશે.
નિયમોનું પાલન કરવું પડશે
સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ માટે બીસીસીઆઈ દ્વારા કોરોના ગાઇડલાઈન સહિતના દિશા નિર્દેશો પણ આપવામાં આવ્યા છે. જેનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે ગત સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ સિઝનમાં સૌથી સારું પરફોર્મન્સ હાલ IPLમાં ધૂમ મચાવી રહેલા ચેતન સાકરિયાનું રહ્યું હતું.
5 ટીમ લેશે ભાગ
સૌરાષ્ટ્ર પ્રીમિયલ લીગ 2021માં કુલ 5 ટીમો ભાગ લેશે. જેમા ઝાલાવાડ રોયલ્સ, હાલાર હિરોઝ, સોરઠ લાયન્સ, કચ્છ વોરિઅર્સ અને ગોહિલવાડ ગ્લેડિએટર્સ મેદાને ઉતરશે. કોરોના મહામારીના કારણે દર્શકો વગર જ લીગની તમામ મેચનું આયોજન થશે. જો કે, તેનું લાઈવ ટેલિકાસ્ટ કરવાનું પણ આયોજન કરાયું છે. જેથી ક્રિકેટ રસિકો લીગની મજા ઘરે બેઠા જ માણી શકશે.
IPL બાદ SPL
આ અંગે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહે કહ્યું હતું કે, IPL પતે પછી જ SPLનું આયોજન કરાશે. તેમણે કહ્યું કે, SPLમાં ખેલાડીઓ માટે નવી તક બનશે. ગયા વર્ષે ચેતન સાકરિયાએ બહું સારું પ્રદર્શન કર્યું હતું જે હાલ આઈપીએલ રમી રહ્યો છે. SLP ટુર્નામેન્ટ સૌરાષ્ટ્રના ક્રિકેટરો માટે ખુબ અગત્યની છે એટલે હું ઈચ્છુ છુ કે ટુર્નામેન્ટ થાય અને અમે પણ પુરી જવાબદારી લઈશુ. અમે ટુર્નામેન્ટમાં કોવિડના અને સરકારના નિયમોનું અમલ કરીશું.
તાજેતાજો ઘાણવો
- પુલવામા હુમલાના 6 વર્ષઃ આજે પ્રેમની વાતો નહીં વીરોની વાત થઈ રહી છે
- સોનાના ભાવમાં ક્યારે લાગશે બ્રેક ? આજે ભાવમાં ફરી વધારો, જાણો આજનો લેટેસ્ટ ભાવ
- રેપોરેટ ઘટવાથી તમારી હોમલોન, કારલોન પર શું અસર પડશે ? હવે કેટલો હપ્તો આવશે ? જાણો
- ચાર દાયકા લોકસાહિત્યની સેવા કરનાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીની મોટી જાહેરાત, હવે નહીં કરે લોકડાયરા
- અમરેલી લેટરકાંડઃ દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું, સત્ય બહાર લાવવા હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર