Team Chabuk-Gujarat Desk: બે મહિનાથી પોલીસની ઉંઘ હરામ કરી દેનારા આરોપીઓ આખરે પોલીસના સકંજામાં આવી ગયા છે. પોલીસે ગૌવંશની તસ્કરી કરનારા બે આરોપીઓ મોસીન શરીફ અલી હુશૈન કુરેશી અને શબીર ઉર્ફે જાવિદ શેખને વલસાડ સુગર ફેક્ટરી નજીકથી ઝડપી લીધા છે અને બંનેને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. જ્યારે ઘટનાસ્થળેથી ફરાર થયેલા અનીશ ઉર્ફે કટોરા કુરેશી અને ગુડ્ડુ કુરેશીને વોન્ટેડ જાહેર કર્યા છે. ઝડપાયેલા આરોપી પાસેથી પોલીસે પશુઓને બેહોશ કરવાના ઈન્જેક્શન, લોખંડના પાઈપ, દોરડા અને કાર મળી કુલ બે લાખથી વધુ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આરોપ
ગૌતસ્કરી
ઝડપાયેલા આરોપી
મોસીન શરીફ અલી હુશૈન કુરેશી
શબીર ઉર્ફે જાવિદ શેખ
વોન્ટેડ આરોપી
અનીશ ઉર્ફે કટોરા કુરેશી અને
ગુડ્ડુ કુરેશી
કેવી રીતે ઝડપાયા આરોપી ?
છેલ્લા બે મહિનાથી વલસાડ જિલ્લા તેમજ સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં ગૌતસ્કરીના કિસ્સા વધી ગયા હતા. વલસાડ પોલીસને આ અંગે ફરિયાદ મળી હતી જેને લઈને પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જો કે, પ્રાથમિક તપાસ બાદ પણ આરોપીઓની ભાળ મળી રહી ન હતી. પોલીસે વધુ તપાસ કરતાં ગૌતસ્કર ગેંગના CCTV પોલીસના હાથે લાગ્યા હતા. જેમાં તસ્કરો ક્રૂરતા પૂર્વક અબોલ પશુને કારમાં ઉપાડી જતાં નજરે પડ્યા હતા. ત્યારબાદ પોલીસે તસ્કરોની ઓળખ કરી તેમની શોધખોળ શરૂ કરી દીધી હતી. આરોપીઓને પકડવા માટે વલસાડ જિલ્લા પોલીસ વડાએ અલગ-અલગ ટીમ બનાવી હતી. જે અલગ અલગ દિશામાં તપાસ કરી રહી હતી.
તપાસ દરમિયાન વલસાડ રૂરલ પોલીસને એક શંકાસ્પદ કાર અંગે બાતમી મળી હતી જેથી પોલીસની ટીમે તાત્કાલિક તે કારની શોધખોળ હાથ ધરી હતી. વશિયર વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન આ કાર જોવા મળતા પોલીસે તેને અટકાવવાનો પ્રયાય કર્યો હતો જો કે, કાર ચાલકે કાર રોકવાના બદલે વધુ એક્સેલેટર આપ્યું હતું અને ત્યાંથી ફરાર થવાની કોશિશ કરી હતી. આથી પોલીસે કારનો પીછો કર્યો હતો.
આરોપી આગળ, પોલીસ પાછળ..
વલસાડમાં અમદાવાદ-મુંબઈ હાઈ-વે પર આ ચોર પોલીસનો ખેલ લગભગ 10 કિલોમિટર સુધી ચાલ્યો હતો. 10 કિલોમિટર બાદ વલસાડ સુગર ફેક્ટરી નજીક પોલીસે કારને આંતરીને કાર ચાલકોને રોક્યા હતા. પોલીસે કારને રોકતા કારમાં સવાર કુલ ચાર આરોપીએ કારમાંથી ઉતરીને ઉભી પૂંછડિયે દોટ મુકી હતી. જેમાં પોલીસે બે આરોપીને ઝડપી લીધા હતા જો કે, અન્ય બે આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયા હતા. ઘટનાસ્થળેથી ફરાર થયેલા આરોપી અનીશ ઉર્ફે કટોરા કુરેશી અને ગુડ્ડ કુરેશીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.

આરોપીને ઈતિહાસ ખરાબ છે
ઝડપાયેલા આરોપી મોસીન અને શબીરને પોલીસ સ્ટેશને લવાયા હતા જ્યાં તેમની આકરી પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યુ હતું કે, તેઓએ વલસાડ જિલ્લામાં વલસાડ, વાપી, સરીગામ અને ઉમરકામ વિસ્તારમાં ગૌતસ્કરી કરી છે. એટલું જ નહીં આરોપીઓએ અગાઉ પોલીસ પર થયેલા હુમલામાં પણ પોતાની સંડોવણી હોવાની વાત કબૂલી હતી.
કેવી રીતે કરતા ગૌતસ્કરી તસ્કરી ?
આરોપીએ કબૂલ્યુ કે, તેઓ ગૌતસ્કરી માટે મોડી રાતનો સમય પસંદ કરતા હતા અને રસ્તા પર રખડતી ગાયને નિશાન બનાવતા હતા. રાત્રે સુમસાન રસ્તાનો લાભ લઈને આરોપીઓ ગાયને ઈન્જેક્શન મારીને બેહોશ કરી દેતા હતા ત્યારબાદ તેના પગ બાંધી અને કારમાં જ ગાયને ક્રૂરતા પૂર્વક ભરી ફરાર થઈ જતા હતા. ગાયને કારમાં લઈ જવા માટે આરોપીઓ કારની પાછળની સીટ કાઢી નાખતા હતા.

હાલ પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કીર છે. સાથે સાથે પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે, અત્યાર સુધીમાં આરોપીએ કુલ કેટલી ગાયની તસ્કરી કરી છે. તેમ જ ગાયની તસ્કરી કર્યા બાદ આરોપી તેને ક્યાં રાખતા હતા અથવા તો કોને આપતા હતા. તપાસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થાય અને ગૌતસ્કર ટોળકીના વધુ સભ્યોના નામ ખુલે તેવી શક્યતા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત