Homeગામનાં ચોરેકેરળ પાણીમાં: 21નાં મોત, એર ફોર્સને સ્ટેન્ડ બાય મોડમાં રહેવાનો આદેશ

કેરળ પાણીમાં: 21નાં મોત, એર ફોર્સને સ્ટેન્ડ બાય મોડમાં રહેવાનો આદેશ

Team Chabuk-National Desk: કેરળમાં થઈ રહેલો ભારે વરસાદ હવે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. કેટલાય શહેરમાં પૂરની અણધારી સ્થિતિ ઉત્પન્ન થઈ છે. જાણકારી પ્રમાણે કોક્કાયારમાં ગઈકાલે થયેલા ભૂસ્ખલન બાદ આજ ત્રણ મૃતદેહ હાથ લાગ્યા છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 21 લોકોના મોત થઈ ચૂક્યા છે અને 20થી વધારે લોકોની શોધ ચાલી રહી છે. મૃતકમાં 13 લોકો કોટ્ટાયમ અને આઠ લોકો ઈડુક્કીના હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. રેસ્ક્યુ માટે સૈન્યને તૈયાર કરવામાં આવ્યું છે. ભારે વરસાદને જોતા પાતનમથિટ્ટા, કોટ્ટાયમ, એનાર્કુલમ, ઈડુક્કી, ત્રિશૂરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે તિરુવનંતપુરમ, કોલ્લમ, અલાપુઝા, પલક્કડ, મલપ્પુરમ, કોઝિકોડ અને વાયનાડ જિલ્લામાં આરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

કેરળમાં ભારે વરસાદના કારણે મૃતકોની સંખ્યા 21 થઈ છે. કોટ્ટાયમાં જ્યાં 13 લોકોના મોત થયા છે તો ઈડુક્કીમાં આઠ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. રાજ્ય સૂચના અને જનસંપર્ક વિભાગે આ અંગેની જાણકારી આપી છે. બીજી બાજુ 20 લોકો ખોવાય ગયા હોય તેમને શોધવાની કામગીરી પણ પૂરજોશમાં ચલાવવામાં આવી રહી છે. રાજ્યમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યું કે, લોકોને વરસાદથી બચવા માટે તમામ પ્રકારની સાવધાનીઓ રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં 105 રાહત શિબિર સ્થાપિત કરવામાં આવી છે અને વધારે શિબિર શરુ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

સીએમઓએ કહ્યું હતું કે, પાતનમિથિટ્ટા, કોટ્ટાયમ, એનાર્કુલમ, ઈડુક્કી, ત્રિશૂર અને અલાપુઝા જિલ્લામાં એનડીઆરએફની અગિયાર ટીમો ખડેપગે રાખવામાં આવી છે. તિરુવનંતપુરમ અને કોટ્ટાયમમાં સૈન્યની બે ટૂકડીઓ રાખવામાં આવી છે. આપાતકાલીન સ્થિતિમાં એયરફોર્સને સ્ટેન્ડ બાય મોડમાં રહેવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. તો એનડીઆરએફની એક ટીમ વરસાદથી અસરગ્રસ્ત એર્નાકુલમના મુવત્તુપુઝા પહોંચી અને બચાવ અભિયાનની કામગીરી શરૂ કરી હતી. વાયુસેનાના જણાવ્યા અનુસાર, MI-17 અને સારંગ હેલિકોપ્ટર પહેલાથી જ સ્ટેન્ડ બાય મોડમાં રાખવામાં આવ્યું છે. કેરળમાં વર્તમાન સમયે વરસાદની સ્થિતિને જોતા દક્ષિણી વાયુ કમાન હેઠળ તમામ વિસ્તારોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

આ તરફ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, ભારે વરસાદ અને પૂરના કારણે કેરળના કેટલાક ભાગમાં સ્થિતિ પર સતત નજર રાખી સમીક્ષા કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર જરૂરિયાત મંદ લોકો માટે દરેક સંભવ સહાયતા કરશે. બીજી બાજુ એર્નાકુલમ જિલ્લાના મુવત્તુપુઝા નદીમાં ભારે વરસાદના કારણે જળસ્તર વધી રહ્યું છે. આજે ભારતીય હવામાન વિભાગે એર્નાકુલમ જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કર્યું છે. કેરળના કોટ્ટાયમમાં ખોવાયેલા લોકોની શોધ માટે સૈન્ય રેસક્યુ ઓપરેશન પણ ચલાવી રહ્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments