Team Chabuk-Gujarat Desk: ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે એક એવું નિવેદન આપ્યું છે જેનાથી આગામી સમયમાં સરકારી શિક્ષકો નારાજ થાય તો નવાઈ નહીં. નવસારીમાં નવા વર્ષ નિમિત્તે યોજાયેલા ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. સ્નેહ મિલન કાર્યક્રમમાં સી.આર.પાટીલે કહ્યું કે, શિક્ષકો પગાર વધારો, મોંઘવારી ભથ્થા અને રજાના લાભની ચિંતા કરતાં થઈ ગયા છે. શિક્ષકો પોતાની જવાબદારી છે તે ધીમે ધીમે ભૂલી રહ્યા છે. પાટીલે કહ્યું કે, શિક્ષક પોતે ગુરુ છે તે વાત તેના મનમાં ઉતારવા માટે આગામી દિવસોમાં રાજ્યભરમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
મહત્વનું છે કે, નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સમરોલી ગામે યોજાયેલા ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં પાટીલે કહ્યું કે, ગુજરાતના શિક્ષકો પગાર વધારો, મોંઘવારી ભથ્થા અને રજાના લાભની ચિંતા કરવા લાગ્યા છે. શિક્ષકો એ કર્મચારી નથી પરંતુ સમાજમાં તેમનું સ્થાન ગુરુનું છે. તેમના પર આવતીકાલના નાગરિકો તૈયાર કરવાની જવાબદારી છે.
સી.આર.પાટીલે આગળ કહ્યું કે, આવનારા દિવસોમાં રાજ્યભરમાં શિક્ષકો માટે એક કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં શિક્ષકોને હાજર રાખીને તેમનું સન્માન કરાશે. સાથે જ તેઓ એક કર્મચારી નહીં પરંતુ સમાજમાં ગુરુનું સ્થાન ધરાવે છે તેવી યાદ અપાવી કામ કરવા અપીલ કરવામાં આવશે.
મહત્વનું છે કે, રાજ્યના સરકારી શાળાઓમાં નોકરી કરતાં શિક્ષકોને ભણતર ઉપરાંત અનેક પ્રકારની કામગીરી સરકાર દ્વારા સોંપવામાં આવતી હોય છે. વસતી ગણતરી, સસ્તા અનાજના લાભાર્થીઓને લગતી કામગીરી, ચૂંટણીની કામગીરી સહિતના વિવિધ સરકારી કામોમાં સરકાર શિક્ષકોને કામે લગાડતી હોય છે. ત્યારે સિક્ષક સંઘોની લાંબા સમયથી માંગ છે કે શિક્ષકોને શિક્ષણ સિવાયની કામગીરી ન કરાવવામાં આવે. ત્યારે પાટીલના આ નિવેદન બાદ એવી પણ ચર્ચા થઈ રહી છે કે જો શિક્ષકોને ગુરુનું સ્થાન મળ્યું છે તો તેઓની પાસે આ પ્રકારની અન્ય પ્રવૃત્તિઓ કેમ કરાવવામાં આવે છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત