Team Chabuk-Gujarat Desk: શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી વિનોદ મોરડીયાએ વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના ૪.૦૫ કરોડના વિકાસના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરતાં જણાવ્યું કે, ગુજરાતમાં સતત ૨૫ વર્ષના શાસન પાછળ રાજ્યમાં અવિરતપણે ચાલતી વિકાસયાત્રા છે. આ સરકારે સત્તાને સેવાનું સાધન બનાવી અનેકવિધ જનસુખાકારીના કાર્યો કર્યા છે.
વેરાવળ શહેરના ગંગાનગર ખાતેના વિકાસના કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત સમારોહમાં સંબોધન કરતા મંત્રી વિનોદ મોરડીયાએ જણાવ્યું કે, વેરાવળ નગરપાલિકા દ્વારા નિર્મિત આ અદ્યતન એ.સી. હોલ સુરત જેવા મહાનગરમાં નિર્માણ પામ્યો નથી. જે અહીંના શાસકોની વિકાસ અને જનસુવિધાઓના કાર્યો પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ઉપરાંત આગામી સમયમાં વેરાવળમાં એકી સાથે ૧૦૦૦ લોકો બેસી શકે તેવા સુવિધાસભર ઓડિટોરિયમ બનાવવામાં આવનાર છે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના અને માર્ગદર્શન મુજબ અમે રાજ્યભરમાં યાત્રા કરી, પદાધિકારી-પદાધિકારીઓ સાથે બેઠક યોજીને પ્રજાલક્ષી પ્રશ્નોના નિરાકરણ માટે ચિંતન કરી રહ્યા છીએ. જનકલ્યાણના કાર્યો ઝડપભેર આગળ વધે તે દિશામાં પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મંત્રીએ ઉમેર્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકાસની કંડારેલી કેડી પર ચાલીને રાષ્ટ્રને નવી ઉંચાઈ પર લઈ જવાનું છે.
આ પ્રસંગે વેરાવળ-પાટણ સયુંકત નગરપાલિકાના હોદ્દેદારો-નગરસેવકોઓએ ગીર-સોમનાથ જિલ્લાની મત્સ્યદ્યોગના ઓળખ સમા વહાણની પ્રતિકૃતિ આપી શહેરી વિકાસ રાજ્ય મંત્રી વિનોદ મોરડીયાને સન્માનિત કર્યા હતાં.
આ પ્રસંગે સાંસદ રાજેશ ચુડાસમા, પૂર્વમંત્રી જશા બારડ, પૂર્વ ધારાસભ્ય રાજશી જોટવા, ગુજકોમાસોલના ડિરેક્ટર ગોવિંદ પરમાર, વેરાવળ નગરપાલિકાના પ્રમુખ પિયુષ ફોફંડી, ઉપપ્રમુખ કપિલ મેહતા, જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહિલ, રિજનલ મ્યુનિસિપાલ કમિશનર અજય દહિયા ચીફ ઓફિસર દેવીબેન ચાવડા સહિતના અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત