Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં વધુ એક મહિલા અત્યાચારનો કિસ્સો સામે આવ્યો છે.ગુજરાતમાં જ કેટલાક લોકોએ મહિલા પર અત્યાચારની તમામ હદ પાર કરી દીધી છે. તાલીબાનીઓ જે રીતે કૃરતા કરે તેવી જ કૃરતા નિર્દય લોકોએ એક મહિલા સાથે કરી.
વાત પાટણ જિલ્લાના હારીજની છે. જ્યાં એક યુવતીને પ્રેમ કરવાની તાલિબાની સજા આપવામાં આવી. યુવતી પર એ હદે અત્યાચાર ગુજારવામાં આવ્યો છે તે જોઇને એક સમયે કોઈ પણ વ્યક્તિનું હ્રદય કંપી ઉઠે. પહેલાં યુવતીનું મોઢું કાળું કરવામાં આવ્યું, ત્યારબાદ તેનું મુંડન કરવામાં આવ્યું. એટલેથી ન અટકતાં હેવાનોએ યુવતીના માથા પર ગરમ દેવતા મૂકી વાદી વસાહતમાં ફેરવી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાઈરલ થયો છે. ઘટના થોડા દિવસ પહેલાની જ હોવાનું અનુમાન છે.
સમગ્ર ઘટના અંગે દાવો છે કે, પાટણના હારીજની વાદી વસાહતમાં રહેતી એક યુવતીને પ્રેમ થઇ ગયો હતો. યુવતીને ખબર હતી કે સમાજ તેના પ્રેમને સ્વીકારશે નહીં જેથી તેણે સમાજના નિયમોને નેવે મૂકીને પ્રેમી સાથે ભાગવાનો નિર્ણય કર્યો હતો. યુવતી પ્રેમી સાથે ભાગવામાં સફળ રહી હતી પરંતુ યુવતીના આ પગલાની જાણ વસાહતને થતાં યુવતીને પકડીને વસાહતમાં લાવવામાં આવી હતી. ત્યારબાદ યુવતીએ વાદી સમાજના બંધારણનું ઉલ્લંઘન કર્યું હોવાના આરોપસર યુવતીને સજા આપી હતી. ત્યારબાદ સમાજના આગેવાનોએ સમાજની દીકરીને સજા આપી હતી. જો કે, આ આગેવાનો એ ભૂલી ગયા કે ગુજરાતમાં કાયદો વ્યવસ્થા પણ છે.
યુવતીને જ્યારે નિર્દય લોકો સજા આપી રહ્યા હતા ત્યારે યુવતી સતત કરગરતી હતી. દયાની ભીખ માગી રહી હતી. પરંતુ સમાજના આગેવાનો કે ઉપસ્થિત એક પણ વ્યક્તિને સ્ત્રીનું સન્માન, સ્ત્રીની લાગણી, કે સ્ત્રીના આંસુ દેખાયા ન હતા.બીજી તરફ પોલીસ આ બાબતે હજુ અજાણ હોવાનું જાણવા મળ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત