Homeદે ઘુમા કેVIDEO: ધોનીએ ફટકાર્યો ગગનચૂંબી છગ્ગો, દર્શકો ઝુમી ઉઠ્યા, કહ્યું, ટિકિટના પૈસા વસૂલ...

VIDEO: ધોનીએ ફટકાર્યો ગગનચૂંબી છગ્ગો, દર્શકો ઝુમી ઉઠ્યા, કહ્યું, ટિકિટના પૈસા વસૂલ !

Team Chabuk-Sports Desk: IPL 2023ની પ્રથમ મેચમાં ચાહકોને કાંટાની ટક્કર જોવા મળી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં મોટાભાગના ચાહકો એમએસ ધોનીને જોવા આવ્યા હતા. મેચમાં તેમને ધોનીની બેટિંગ પણ જોવા મળી. ધોની આઠમાં નંબરે બેટિંગ માટે આવ્યો. 7 બોલમાં 14 રન બનાવીને અણનમ રહ્યો. ધોનીની આ નાની ઈંનિગમાં તેણે ફટકારેલા બે શોટ્સે દર્શકોની ટિકિટના પૈસા વસૂલ કરી દીધા હતા.

ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ઈનિંગની છેલ્લી ઓવરની જવાબદારી લિટલને આપી હતી. ધોનીએ ઓવરની ત્રીજા બોલ પર ધોનીએ ડીપ સ્ક્વેર લેગ પર શાનદાર સિક્સ ફટકારીને CSKનો સ્કોર 170 સુધી પહોંચાડ્યો. સાથે જ આ એક શોટથી દર્શકોના દિલ પણ જીતી લીધા હતા.

ધોનીની આ સિક્સ જોઈને સ્ટેડિયમમાં હાજર પ્રશંસકો ખુશ થઈ ગયા હતા. માહીના આ સિક્સરનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો પર લોકો પ્રેમ વરસાવી રહ્યા છે અને અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે. કોઈ કહી રહ્યું છે કે, સિંહ વૃદ્ધ થયો છે પરંંતુ શિકાર કરવાનું નથી ભૂલ્યો. તો કોઈ કહી રહ્યું છે કે, માહીના આ એક શોટ જોઈ દર્શકોના ટિકિટના પૈસા વસૂલ થઈ ગયા.

CSKની ઇનિંગ્સ પર નજર કરીએ તો ઓપનર રુતુરાજ ગાયકવાડ સિવાય બાકીના બેટ્સમેનો સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. ગાયકવાડ આ મેચમાં સદી ફટકારવામાં ચૂકી ગયો હતો પરંતુ તેણે ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો હતો.અલઝારી જોસેફ દ્વારા આઉટ થતા પહેલા ગાયકવાડે 50 બોલમાં 92 રન બનાવ્યા હતા. તેની ઇનિંગ દરમિયાન 4 ચોગ્ગા અને 9 આકાશી છગ્ગા જોવા મળ્યા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments