Homeગુર્જર નગરીપત્નીની સાડી વડે જ લગાવ્યો ગળેફાંસો, અંતિમ વીડિયોમાં કહ્યું, આઈ લવ યુ...

પત્નીની સાડી વડે જ લગાવ્યો ગળેફાંસો, અંતિમ વીડિયોમાં કહ્યું, આઈ લવ યુ મમ્પી-પપ્પા

Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાં સાસરિયામાં રહેતા યુવકે સાસરિયાના ત્રાસથી જીવન ટૂંકાવી લીધું. યુવકે ગળેફાંસો લગાવી મોત વ્હાલુ કરતા પહેલાં એક વીડિયો બનાવ્યો છે. જેમાં તે પોતાના સાસરિયા પક્ષ તરફથી આપવામાં આવેલા ત્રાસની આપવીતી વર્ણવી રહ્યો છે. સાથે જ આરોપીઓને કડકમાં કડક સજા અપાવવા માગણી કરી રહ્યો છે. સરખેજ પોલીસે સમગ્ર મામલે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

શહેરના વેજલપુરમાં રહેતા અક્ષય નામના યુવકની સગાઈ શાહપુરમાં રહેતી પ્રિયંકા સાથે થઈ હતી. સગાઈ બાદ અક્ષયના સાસરિયાઓએ પોતાની તરફ કરી દેતા તે સગાઈ બાદ સાસરીમાં જ રહેતો હતો. અક્ષયની પત્ની પ્રિયંકા હાલ ગર્ભવતી છે. કોઈ સંબંધીને ત્યાં જમવા જવાનું હોવાથી તેની માતાએ વ્યવહારિક વાત કરી હતી. જેને લઈને અક્ષયની પત્નીએ અક્ષય સાથે ઝઘડો કર્યો હતો. પત્નીએ અક્ષયને તેના પિતા કે માતા સહિત કોઈની સાથે સંબંધ ન રાખવા દબાણ કર્યું હોવાનો દાવો છે. એટલું જ નહીં અક્ષયના સસરાએ લગ્નનો ખર્ચો માગ્યો હોવાનો પણ આરોપ છે. અક્ષયને વારંવાર આ બાબતે ધમકી આપી મારઝુડ કરવામાં આવતી હતી.

વીડિયોમાં અક્ષય પોતાના માતા પિતાને સંબોધીને કહી રહ્યો છે કે, મને માફ કરજો, હું આ દુનિયાને અલવિદા કહી રહ્યો છું આજે. આઈ લવ યુ મમ્પી-પપ્પા, આઈ લવ યુ મિત્તલ ગાયત્રી.

આ સમગ્ર મુદ્દે અક્ષયે અગાઉ પોતાના સંબંધીને વાત કહી હતી. જેથી તેની માતાએ તેને સમજાવીને પોતાના ઘરે બોલાવ્યો હતો. એક વખત તે નોકરી કરવા ગયો હતો, ત્યારે તેણે ફેમિલીના વોટ્સએપ ગ્રુપમાં આપઘાતના વીડિયો મૂક્યા હતાં.

તેના માતા પિતાએ ફોન કરતાં તેણે ફોન ઉપાડ્યો નહોતો. જેથી તેના માતા-પિતા તેની ઓફિસના સ્થળે ગયા હતાં, ત્યારે જ ખબર પડી હતી કે, તેમના દીકરાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. આ દરમિયાન પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments