Homeદે ઘુમા કેT20 World Cup 2022: હાર બાદ હાર્દિકનો સમર્થકોને સંદેશ, ટ્વીટ કરીને કહ્યું,...

T20 World Cup 2022: હાર બાદ હાર્દિકનો સમર્થકોને સંદેશ, ટ્વીટ કરીને કહ્યું, કે…

Team Chabuk-Sports Desk: T20 વર્લ્ડ કપ 2022માં ભારતની સફર સમાપ્ત થઈ છે. એડિલેડમાં નિરાશાજનક હાર મળ્યા બાદ ભારતીય ફેન્સનું દિલ તૂટી ગયું છે. ભારતીય ટીમને વિશ્વકપ જીતવા માટે દાવેદાર માનવામાં આવી રહી હતી જો કે, આ હાર સાથે જ એ અટકળોનો અંત આવી ગયો છે. સેમીફાઈનલમાં ટીમ માટે શાનદાર પ્રદર્શન કરનાર હાર્દિક પંડ્યા પણ પોતાની નિરાશા છુપાવી શક્યો નહીં. અને ચાહકો માટે એક ખાસ સંદેશમાં દુઃખ વ્યક્ત કર્યું.

સેમીફાઈનલમાં હાર્દિકે 33 બોલમાં 63 રનની શાનદાર ઈનિંગ રમીને ભારતને છ વિકેટે 168 પર પહોંચાડ્યું હતું. નિષ્ણાતો જાણતા હતા કે, સ્કોર સન્માન જનક છે પરંતુ જીત માટે પર્યાપ્ત નથી. એવામાં ભારતીય બોલર્સે શરૂઆતમાં વિકેટ ન લેતા ભારતીય ટીમની હાર નક્કી થઈ ગઈ હતી. આખરે માત્ર 16 ઓવરમાં જ ઈંગ્લેન્ડે આ લક્ષ્ય મળવી લીધુ એ પણ એક પણ વિકેટ ગુમાવ્યા વગર.

આ અંગે હાર્દિકે કહ્યું કે, નિરાશ, દુઃખી, આઘાતમાં. આ પરિણામ સ્વીકારવું આપણા બધા માટે મુશ્કેલ છે. અમે અમારા સાથી ખેલાડીઓ સાથેના સંબંધોનો સંપૂર્ણ આનંદ માણ્યો છે, અમે દરેક બાબતે એકબીજા માટે લડ્યા છીએ. મહિનાઓના સમર્પણ અને સખત મહેનત માટે અમારા સપોર્ટ સ્ટાફનો આભાર.


એટલું જ નહીં, હાર્દિકે ઓસ્ટ્રેલિયાના દરેક સ્ટેડિયમને ભરીને ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા આવેલા હજારો પ્રશંસકોને એક ખાસ સંદેશ પણ આપ્યો હતો. તેણે લખ્યું, અમારા ચાહકોનો આભાર જેમણે અમને દરેક જગ્યાએ સમર્થન આપ્યું, અમે તમારા બધાના આભારી છીએ. આવું થવાનું ન હતું, પરંતુ અમે લડતા રહીશું.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments