Team Chabuk-Gujarat Desk: કોંગ્રેસે ઊના વિધાનસભા બેઠક પર ફરી પૂંજા વંશને રિપીટ કર્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશને રિપીટ કરતા ભવ્ય કોંગ્રેસ સમિતિ દ્વારા વિજય ભવઃ આશીષ સંમેલન યોજાયું તેમજ નવા વર્ષનાં સંમેલન સાથે પૂંજા વંશે ફોર્મ રજૂ કર્યુ હતું.
વિજય ભવઃઆશીષ સમેલનમાં રાજ્ય સભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ કોંગ્રેસ પ્રમુખ પરેશ ધાનાણી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનસુખ ગોહિલ, તાલુકા પંચાયત પૂર્વ કારોબારી ચેરમેન રામજી પોકિયા, શહેર પ્રમુખ ગુણવંત તળાવિયા, તાલુકા પ્રમુખ રામ ડાભી, ગીરગઢડા તાલુકાના પ્રમુખ બાલુ હિરપરા સહિતના મોટી સંખ્યામાં આગેવાનો અને સંગઠનના હોદ્દેદારો તેમજ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય, સરપંચો હાજર રહ્યા હતા.

સભાને સંબોધતા પૂંજા વંશે ભાજપ પર વાર કર્યા હતા. સાથે જ જંગી બહુમતિથી વિજય બનાવવા આહવાન કર્યું હતું. સભા સંમેલન બાદ ધારાસભ્ય પૂંજા વંશે પોતાનાં ટેકેદારો સાથે ઉમેદવારી નોંધાવી નાયબ કલેકટર સમક્ષ પોતાનું ફોર્મ રજૂ કર્યું હતું.

મહત્વનું છે કે, ઊનામાં અત્યાર સુધીમાં કોંગ્રેસનું વધુ વર્ચસ્વ રહ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા પૂંજા ભાઈ વંશ પર ઊનાના ગામડાની પ્રજાએ પ્રેમ વરસાવ્યો છે. જો કે આ વખતે માહોલ થોડો અલગ જોવા મળી રહ્યા છે. ઊના-93 વિધાનસભા સીટ પરથી પૂંજા વંશ 1990, 1995, 1998, 2002, 2012 અને 2017 આમ કુલ છ વાર ચૂંટાયા છે.
2017માં પૂૂંજા વંશે ભાજપના ઉમેદવાર હરિ સોલંકીને હરાવ્યા હતા. કુલ 1 લાખ 49 હજાર મતદાતાએ મતદાન કર્યું હતું. જેમાંથી પૂંજા વંશને 72 હજાર 775 મત મળ્યા હતા જ્યારે હરિ સોલંકીને 67 હજાર 847 મત મળ્યા હતા. એટલે કે, હરિ સોલંકીની 4,928 મતે હાર થઈ હતી. પૂંજા વંશને કુલ મતના 48.56 ટકા મત મળ્યા હતા જ્યારે હરિ સોલંકીને કુલ મતના 45.27 ટકા મત મળ્યા હતા.
ભાજપે આ વખતે પૂંજા વંશ સામે કે.સી.રાઠોડને ટિકિટ આપી હતી. 2007માં કેસી રાઠોડ 10 હજારથી વધુ મતથી જીત્યા હતા જો કે, 2012માં કે.સી.રાઠોડની પૂંજા વંશ સામે જ હાર થઈ હતી. 2012માં કુલ 1 લાખ 48 હજાર 381 લોકોએ મતદાન કર્યું હતું. જેમાંથી પૂંજા વંશને કુલ 69,824 મત મળ્યા હતા જ્યારે કાળુ રાઠોડને 62,317 મત મળ્યા હતા. એટલે કે કાળુ રાઠોડ 7,507 મતથી કોંગ્રેસના પૂંજા વંશ સામે હાર્યા હતા. પૂંજા વંશને કુલ મતના 47.11 ટકા મત મળ્યા હતા જ્યારે કાળુ રાઠોડને કુલ મતના 42.05 ટકા મત મળ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત