Team Chabuk-Sports Desk: કોઈ પણ ક્રિકેટર હોય તેમનું સપનું હોય છે કે કારકિર્દીમાં એક વાર વર્લ્ડ કપની ટ્રોફી ઉઠાવી શકે. જો કે, યુવરાજસિંહ એ ભાગ્યશાળી ખેલાડી છે જેને એક નહીં બે-બે વાર આ મોકો મળ્યો છે. યુવરાજસિંહ (Yuvraj singh) ટી-20 વર્લ્ડ કપ 2007 અને વન-ડે વર્લ્ડ કપ 2007માં ભારતીય ટીમનો હિસ્સો રહી ચુક્યો છે. એટલું જ નહીં ટીમને જીત અપાવવામાં મહત્વનો ફાળો પણ આપ્યો.
402 ઈન્ટરનેશનલ મેચ, 11,778 રન, 17 શતક અને 148 વિકેટ. યુવરાજ માત્ર એક ખેલાડી નહીં પરંતુ એક ક્રિકેટનો જૂનુન છે. યુવરાજના આ જૂનુનને સમજવા માટે 2011ના વર્લ્ડ કપના ફ્લેશબેકમાં જવુ પડશે. જ્યારે યુવરાજનું નામ આ મેગા ઈવેન્ટમાં આવ્યું હતું. ત્યારે તે શ્વાસ સંબંધિત મુસિબતોનો સામનો કરી રહ્યો હતો. ડોક્ટરે યુવરાજને સલાહ આપી કે તે વર્લ્ડ કપ ન રમે. જો કે, યુવરાજના મનમાં ભારત માટે અલગ જૂનુન હતો. જેના પર તેણે પોતાની કમજોરીને હાવી ન થવા દીધી.
વર્લ્ડ કપ 2011માં યુવરાજ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ રહ્યો. યુવરાજે 2011ના વર્લ્ડ કપમાં 362 રન બનાવ્યા અને 15 વિકેટ પણ લીધી. ટુર્નામેન્ટમાં યુવરાજે 1 સદી અને 4 અર્ધસદી ફટકારી. ચાર વાર મેન ઓફ ધ મેચ પણ રહ્યો. ભારત 28 વર્ષ બાદ વિશ્વ કપની ટ્રોફી ઉઠાવી શકી જેની પાછળ યુવારાજ સિંહનો મોટો ફાળો હતો.
યુવરાજે 10 જૂન 2019માં ઈન્ટરનેશનલ ક્રિકેટ અને IPLમાંથી નિવૃતિ લઈ લીધી. કેન્સરને મ્હાત આપનારા યુવારાજ YouWeCan નામનું ટ્રસ્ટ ચલાવે છે જે કેન્સર પીડિત દર્દીઓની સારવારમાં મદદ કરે છે.
તાજેતાજો ઘાણવો
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત
- દુષ્કર્મના કેસના આરોપી જૈન મુનિને સુરત કોર્ટે ફટકારી 10 વર્ષની સજા